SURAT

કોરોનાએ DGVCLને ‘કરંટ’ આપ્યો, 21 કર્મચારીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા

સુરત: (Surat) સુરત શહેરના માથે કાળ બની ભમી રહેલા કાળમુખા કોરોનાએ રાઉન્ડ ધી કલોક વીજ સપ્લાય ચાલુ રાખવા કમર કસતી વીજ કંપનીને પણ મોટા ઝાટકા આપ્યા છે. વીજકંપનીના કમસેકમ એકવીસ કર્મચારીઓને (Employees) કાળમુખા કોરોનાને લપેટમાં લઇ મોતની નિંદર સૂવડાવી દીધા છે. કોરોનાના ફફડાટ વચ્ચે પણ દ‌િક્ષણ ગુજરાત વીજ કંપનીનાં કર્મચારીઓ ગ્રાહકોને સતત ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લા ૨૦ દિવસથી કાળમુખા કોરોના વાયરસના સંક્રમણની અસર સતત વધતી જઇ રહી છે. પરિણામે હાલમાં દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં (DJVCL) મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમણ સામે ઝઝુમી રહ્યાં છે અને ૨૧ જેટલા કર્મચારીઓ તો મોતને ભેટ્યા છે. જેમાં ડેપ્યુટી ઇજનેર, ઇલેકટ્રિકલ આસિ, સિનિયર આસિ. સહિતના કર્મચારીઓનો સમાવેશ થઇ રહ્યો છે.

દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીના પાલેજ, રાજપીપળા, વલસાડ, સુરત, સહિતના સમગ્ર દ‌ક્ષિણ ગુજરાતમાં મોતનો ફફડાટ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓની માનસિક સ્થતિ પણ સતત કથળી રહી છે. આ સંજોગોમાં વીજ કંપની દ્વારા ૫૦ ટકા કર્મચારીઓ થકી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. વધુમાં જોવા જઇએ તો વીજ કંપનીના જે કર્મચારીઓ મોતને ભેટ્યા છે, તેમના પરિવારજનોને હાલ મરણના દાખલા મેળવવા સહિતની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં પણ વીજ કંપનીના કર્મચારીઓને જો કોરોના નડે તો તેમના માટે હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઇ અલાયદી વ્યવસ્થા ન હોય, કર્મચારીઓના નાજુક સ્થિતિ તંત્રએ સમજવી જરૂરી બની છે.

કોણ કોણ મોતને ભેટ્યા

  • પી.આર.ચૌધરી ડી.ઇ સોનગઢ
  • રામુભાઈ, સીનીયર.આસીસ્ટન્ટ,પાલેજ.
  • એસ.યુ.ભગત, ડી.ઇ. રાજપીપળા 1.
  • કલ્પેશભાઈ તડવી, ઇલે.આસી , રાજપીપળા 1
  • જીગ્નેશ ચૌધરી , ઇલે.આસી, પીપોદરા સ.ડી,
  • દિનેશભાઇ જેસંગભાઈ તડવી, રાજપીપળા,
  • સંજય ગમનભાઈ પટેલ , વાપી ઇન્ડ સબ ડિવિઝન.ઇલે.આસી
  • એલ.જી.વરિયા, લાઇનમેન, માંગરોલ સબ ડિવિઝન.
  • વી.જે.ગાંધી. ડી.ઇ પીપલોદ લેબ, સુરત
  • બી.એલ.રાઠોડ, સીની.આસી, કડોદરા 2.
  • શૈલેષ.એચ.પ્રજાપતિ , ઇલે.આસિસ્ટન્ટ, અંકલેશ્વર રૂરલ સબ ડિવિઝન.
  • વિનય. આર.પટેલ. જુ.આસિસ્ટન્ટ, રામનગર સુરત.
  • ઉમેશભાઈ.એમ.પારેખ, લાઇન ઇન્સ્પેકટર, વલસાડ વેસ્ટ સબ ડિવિઝન
  • જીમેશભાઈ પટેલ , ઇલેક્ટ્રિકલ. આસિસ્ટન્ટ, પાલ સબ ડિવિઝન,
  • સલીમભાઈ. એ.પટેલ, DYSA , પાંચબત્તી સબ ડિવિઝન , ભરૂચ.
  • કે.જી.પટેલ,સુપ્રિ એકાઉન્ટ, વલસાડ
  • સંજય આઇ પારેખ,નાયબ ઇજનેર, કોર્પોરેટ ઓફિસ
  • એમ એમ વોરા,નાયબ ઈજનેર, નવસારી
  • અરવિંદ કંથારિયા,લાઇન ઇન્સ્પેક્ટર, રાંદેર
  • ફેનીલ દેસાઈ ડે. સુપ્રી. વલસાડ સર્કલ
  • પી.વી.પટેલ એલ.એલ.એમ, ધરમપુર

Most Popular

To Top