ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના ( corona) કેસની સંખ્યા 14,340 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, રવિવારે એક જ દિવસમાં કુલ 158 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, અમદાવાદ મનપામાં 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 158 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 6486 થયા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના કુલ કેસ 5 લાખને પાર થઈ ગયો છે.
સોમવારે મૃત્યુ થયેલા કુલ 158 દર્દીઓમાં સુરત મનપામાં 23, અમદાવાદ મનપામાં 26, રાજકોટ મનપામાં 10, વડોદરા મનપામાં 10, મહેસાણા 4, જામનગર મનપા 7, સુરત ગ્રામ્ય 2, બનાસકાઠા 4, જામનગર ગ્રામ્યમાં 7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4, સુરેન્દ્રનગર 5, ગાંધીનગર મનપા 1, વડોદરા ગ્રામ્ય 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહિસાગર 2, ગાંધીનગર ગ્રામ્ય 1, ખેડા 1, જૂનાગઢ મનપા 3, ભરૂચ 2, જૂનાગઢ ગ્રામ્ય 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ ગ્રામ્ય 1, છોટાઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ ગ્રામ્ય 4 મળી કુલ 158 દર્દીઓના મૃત્યું થયા છે. બીજી તરફ આજે 7,727દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,82,426 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર ઘટીને 74.93 ટકા થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 5,619, સુરત મનપામાં 1472 વડોદરા મનપામાં 528, રાજકોટ મનપામાં 546, ભાવનગર મનપામાં 361, ગાંધીનગર મનપામાં 188, જામનગર મનપામાં 383 અને જૂનાગઢ મનપામાં 137 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 404, મહેસાણામાં 531, બનાસકાંઠામાં 297, જામનગર ગ્રામ્ય 285, દાહોદ 250, કચ્છ 232, પાટણ 230, સુરેન્દ્રનગર 199, વડોદરા ગ્રામ્ય 178, પંચમહાલ 176, ભાવનગર ગ્રામ્ય 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહિસાગર 157, તાપી 156, ગાંધીનગર ગ્રામ્ય 155, ખેડા 149, ભરૂચ 135, નવસારી 125, જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,21,461 વેન્ટિલેટર ઉપર 421 અને 1,21,049 દર્દીઓ સ્ટેબલ છે.
વધુ 1,59,093 વ્યકિતઓને રસી ( vaccine) આપવામાં આવી. અત્યાર સુધીમાં- કુલ 94,35,424 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 20,19,205 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,14,54,629 રસીકરણના ( vaccination) ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી 60 વર્ષના કુલ 74,571 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 83,135 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.