Gujarat

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કરા પડ્યાં: અમદાવાદ, કચ્છમાં પણ વરસાદની આગાહી

અમરેલી (Amreli) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાંભા શહેર, નાનુડી ગામ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  સાવરકુંડલા તાલુકાના આદસંગ,ખોડીયાણા સહિત આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.  બનાસકાંઠા જિલ્લામાં તંત્રની આગાહીના પગલે સવારથી વાદળછાયુ વાતાવરણ જિલ્લામાં સર્જાયું હતું જોકે પાલનપુરમાં (Palanpur) ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડયા હતા. દસ મિનિટ સુધી સતત ભારે પવન સાથે વરસાદ પાલનપુરના આજુબાજુના વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. 

એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં (Gujarat) અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં (Kutch) આગામી 3 કલાકમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ શહેરોમાં હળવા વરસાદ (Rain) સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદી વાતાવરણ બનતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  યાત્રાધામ અંબાજીમાં  પવન સાથે ઝરમર ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ગરમી બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા 8 દિવસમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. જો હજુ પણ કમોમસી વરસાદ પડે તો સૌથી વધારે નુકસાન કેરીના પાકને થશે. સાથે જ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે. આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરા સહિતની જણસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે મગફળીના પાકને વરસાદથી ફાયદો થાય છે જ્યારે બાકીના તમામ ઉનાળુ પાકને નુકશાન થઈ શકે છે.

Most Popular

To Top