Dakshin Gujarat

ભરૂચ જીલ્લામાં કોરોના મોતના સત્તાવાર આંકડા સામે ભાજપના સાંસદનું ટ્વિટ

અંકલેશ્વર: દેશના જિલ્લાઓમાં સરકારી સત્તાવાર કોરોના ( CORONA) મૃત્યુના આંકડા અને સ્મશાનમાં મોત અંગે સૌથી વધુ અનેકગણી અસમાનતામાં સૌથી મોખરે ભરૂચ જિલ્લો છે. સરકારી કોવિડ મોતના આંકડામાં ભરૂચ જિલ્લામાં 40 લોકોનાં અત્યાર સુધી મૃત્યુ થયા હોવાનું જારી કરાયું છે. જ્યારે કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમસંસ્કારનો આંકડો 550 ને પાર કરી ગયો છે. જેને કારણે કોરોનામાં મૃત્યુમાં સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા કરતાં કોવિડ ( COVID) સ્મશાનમાં મૃતકોના થઈ રહેલાં અંતિમસંસ્કાર અનેકગણા વધુ હોવાની આંકડાકીય માહિતી સામે BJP ના જ વરિષ્ઠ સાંસદે ટ્વીટ કરી આ સામે સરકારને સ્પષ્ટતા કરવા કે તેને નકારવા સવાલ ઉઠાવ્યો છે.

દેશમાં પણ આ સ્થિતિ છે ત્યારે સરકારના મૃત્યુના સત્તાવાર આંકડા કરતાં કોવિડ સ્મશાનમાં મૃતદેહોના થતાં અંતિમસંસ્કારની સંખ્યા અનેકગણી વધી છે. જે અંગે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આંકડાકીય માહિતી સાથે ટ્વીટ કરી સરકારને સવાલ પૂછી મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોવિડ સ્મશાનમાં થતાં અગ્નિસંસ્કારમાં 5થી 10 ગણા તફાવત અંગે ફોડ પાડવા કહ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં સરકાર પાસે કોરોના મૃત્યુના સરકારી ઓછા આંકડા અને સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે સ્પષ્ટતા માંગી છે. ભારતભરના જિલ્લાઓમાં, કોવિડનાં મૃત્યુની સત્તાવાર ગણતરીઓ વિશેષ કોવિડ સાઇટ્સ પર લોકોના અંતિમસંસ્કાર કરતાં અનેકગણી ઓછી છે. આ અંગે સરકાર વાસ્તવિકતા જાહેર કરે કે આ આંકડાઓને નકારે તેમ પણ ટ્વીટમાં જણાવ્યું છે.

દેશના જિલ્લામાં કોરોના મોતની સરકારી અને સ્મશાનની આંકડાકીય માહિતીમાં ભારે વિસંગતતામાં ગુજરાતમાં વડોદરા જિલ્લો 4 નંબર પર છે, જેમાં સરકારી સત્તાવાર મોત 375 છે. જ્યારે સ્મશાનમાં મૃતદેહોના અંતિમસંસ્કારનો આંક અનેકગણો વધારે છે. રાજ્યમાં જ 5માં નંબરે જામનગર આવે છે, જ્યાં સરકારી સત્તાવાર કોવિડ ડેથ 82 છે. જો કે, સ્મશાનમાં અંતિમવિધિનો આંક 75 ટકા વધુ છે. દેશમાં બીજા નંબરે UPનું લખનઉ, ત્રીજા નંબરે MPનું ભોપાલ અને 6 નંબરે પટનાનું બાંસ ઘાટ આવે છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર કોવિડ મૃત્યુના વાસ્તવિક આંકડા રજૂ નહીં કરાતી હોવાની ટ્વીટ કરી પોતાની ભાજપ સરકાર પર જ ખરેખર થતાં કોવિડ ડેથના આંકડા નહીં દર્શાવવામાં આવી રહ્યા અંગે નિશાન ટાક્યું છે

Most Popular

To Top