કેન્દ્રએ આજે જણાવ્યું કે દેશમાં કોવિશીલ્ડ કે કોવાક્સિન રસીનો પહેલો ડૉઝ લીધા બાદ 21000થી વધુ લોકો અને બીજો ડૉઝ લીધા બાદ 5500થી વધુ લોકોને કોરોના થયો છે. પત્રકાર પરિષદને સંબોધતા આઇસીએમઆરના વડા બલરામ ભાર્ગવે કહ્યું કે કૉવાક્સિનનો બીજો ડૉઝ લેનારા 1737178 લોકોમાંથી 0.04%ને કોરોના થયો જ્યારે કોવિશીલ્ડનો બીજો ડૉઝ લેનારા 15732754માંથી 0.03%ને કોરોના થયો.
ભાર્ગવે કહ્યું કે રસી ચેપનું જોખમ ઘટાડે ચછે અને મોત અને ગંભીર ચેપને અટકાવે છે. આ આંકડા એ સમયના છે જ્યારે ચેપનું પ્રમાણ બહુ વધારે છે. બાકી શૂન્ય ટકા પણ આવી શકે.
અત્યાર સુધીમાં કોવાક્સિનના 1.1 કરોડ ડૉઝ અપાયા છે એમાંથી 93 લાખને પહેલો ડૉઝ અપાયો અને એમાંથી 0.04% એટલે કે 4208ને કોરોના થયો જે દસ હજારે ચાર છે. 1737178ને બીજો ડોઝ અપાયો એમાંથી માત્ર 695 (0.004%)ને કોરોના થયો.
રસી કોવિશીલ્ડ કોરોના થયો કોવાક્સિન કોરોના થયો
પહેલો ડૉઝ 10 કરોડ 17145 93 લાખ 4208
બીજો ડૉઝ 1,57,32754 5014 1737178 695
રસીથી કોરોના નથી થતો, ચોથી રસી ઑગસ્ટ સુધીમાં
રસીકરણના બે સપ્તાહ બાદ પણ કોઇ પણ એક્સ્પોઝર વિના લોકોને કોરોના થાય છે એવા સવાલના જવાબમાં ભાર્ગવે કહ્યું કે રસીઓ રોગથી બચવા અપાય છે. એનાથી ચોક્કસ જ રોગ નથી થતો. જો કે ઇમ્યુન રિસ્પોન્સા બે ડૉઝ વત્તા બે સપ્તાહ પછી પૂર્ણ રીતે જન્મે છે. અમુકમાં સહેજ વહેલો જે અમુકમાં સહેજ મોડો થાય. સરકારે કહ્યું કે હૈદ્રાબાસની બાયોલોજિકલ ઇની સ્વદેશી રસી ઑગસ્ટથી મળશે.