National

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 3 લાખની નજીક કેસો, 2023નાં મોત

કોરોનાવાયરસના દૈનિક કેસો હવે 3 લાખની નજીક પહોંચી ગયા છે. આ સાથે ભારતના કુલ કેસોનો આંકડો 15616130 થયો છે જ્યારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે 2023 મોત સાથે કુલ મૃત્યુ આંક 182553 થયો છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સવારના 8ના આંકડા જણાવે છે. આ અપડેટ મુજબ ભારતમાં કોરોનાના નવા 295041 કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યા 21 લાખને પાર ગઈ છે. સતત 42મા દિવસે સક્રિય કેસોમાં વધારો થયો છે.

સક્રિય કેસોની ટકાવારી હવે 13.82% થઈ છે જ્યારે રિકવરી રેટ ઘટીને 85.01 થયો છે. મૃત્યુ દર ઘટીને 1.17 ટકા થયો છે. આઇસીએમઆર મુજબ 20મી એપ્રિલ સુધીમાં 27.10 કરોડ સેમ્પલ્સ ટેસ્ટ થયા છે અને મંગળવારે ટેસ્ટની સંખ્યા 1639357 હતી. વધુ 2023 મોતમાં મહારાષ્ટ્રના 519, દિલ્હીના 277, છત્તીસગઢના 191, યુપીના 162 અને ગુજરાતના 121નો સમાવેશ થાય છે.

દેશમાં કોરોનાના કેસો
તારીખ કુલ કેસો

7 ઑગસ્ટ 20 લાખ
23 ઑગસ્ટ 30 લાખ
5 સપ્ટેમ્બર 40 લાખ
16 સપ્ટેમ્બર 50 લાખ
28 સપ્ટેમ્બર 60 લાખ
11 ઑક્ટોબર 70 લાખ
29 ઑક્ટોબર 80 લાખ
20 નવેમ્બર 90 લાખ
19 ડિસેમ્બર 1 કરોડ
21 એપ્રિલ 1.50 કરોડ

Most Popular

To Top