National

મહારાષ્ટ્રમાં ઓક્સિજન ટાંકી લીકેજ થતાં 22 દર્દીના મોત, મૃતકોને 5 લાખ સહાયની જાહેરાત

maharastra : મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી ( oxyzen tank) લીક થવાને કારણે મોટો અકસ્માત થયો છે. હોસ્પિટલમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનના લિકેજને લીધે થોડા સમય માટે સપ્લાય બંધ કરવામાં આવી હતી, જે દરમિયાન દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

એક તરફ દેશમાં ઓક્સિજનની ભારે અછત છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં ઑક્સીજનની ખપતના લીધે મોટો અકસ્માત થયો છે. બુધવારે અહીં ઝાકિર હુસેન હોસ્પિટલ ( zakir hussain hospital ) માં ઓક્સિજન ટાંકી લિક થઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પીટલમાં દર્દીઓ અને તેમના પરિવારે હલકી સહન કરવી પડી હતી . નાસિકમાં ( nasik) થયેલા આ દુ: ખદ અકસ્માતમાં 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે લીકેજ થવાને કારણે ઓક્સિજન સપ્લાય અટકી ગયો હતો, જેના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના મોત નિપજ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા હવે આ ઘટના અને લિકેજ કેવી રીતે થાય તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ સરકારે મૃતકોના પરિવાર જનોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.ઓક્સિજન લીક થયાની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિસ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહે છે કે લિકેજને કાબૂમાં લેવામાં આવ્યું છે.

આ સમયે દેશમાં દવાખાનાઓમાં ઓક્સિજનની મોટી અછત છે. અચાનક કોરોના કેસોમાં ( corona ) વધારો થવાને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ઓક્સિજન મેળવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારોને ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે દરેકને ઓક્સિજન આપવામાં આવશે. ગતરોજ ઓક્સિજન એક્સપ્રેસ મારફતે મહારાષ્ટ્ર માટે વિશાખાપટ્ટનમથી ઑક્સીજન રવાના કરવામાં આવ્યો છે . ભારતીય રેલ્વે દ્વારા આ વિશેષ ટ્રેન ચલાવવામાં આવી છે, જે વિશાખાપટ્ટનમથી ઓક્સિજન લાવવાનું કામ કરશે.ઓક્સિજનની અછત માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં થોડા કલાકો માટે જ પ્રયાપ્ત ઑક્સીજન જ છે.

પાછલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( narendra modi) રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. ટૂંક સમયમાં રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં પુરવઠો વધારવામાં આવશે, જેથી કોઈ ઉણપ ન આવે.

Most Popular

To Top