National

દર્દીઓને કોવિડ-૧૯ રસી મૂકાવવા પ્રોત્સાહિત કરો, અફવાઓ સામે શિક્ષિત કરો: મોદીએ ડૉકટરોને કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રસીને કોવિડ-૧૯ સામેની લડતનું સૌથી મોટું શસ્ત્ર ગણાવ્યું હતું અને ડોકટરોને વિનંતી કરી હતી કે તેઓ વધુ ને વધુ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરે.

દેશના અગ્રણી ડોકટરો સાથે રોગચાળાની સ્થિતિ અને રસીકરણ પ્રગતિ અંગે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરતા વડાપ્રધાને એ બાબતની નોંધ લીધી હતી કે કોવિડ-૧૯ એ ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોમાં આ સમયે ઝડપભેર પ્રસરી રહ્યો છે અને ડોકટરોને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ ત્યાં કામ કરતા તેમના સાથીદારો સાથે સંપર્કમાં રહે અને તમામ પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવા ઓનલાઇન કન્સલ્ટેશન પુરા પાડે.

ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગના અગ્રણીઓ સાથેની એક જુદી બેઠકમાં મોદીએ ઘણા જરૂરી દવાઓનું ઉત્પાદન વધારવા બદલ અને રેમડેસિવિર જેવા ઇન્જેકશનોની કિંમત પણ ઘટાડવા બદલ આ ક્ષેત્રની પ્રશંસા કરી હતી એમ એક સત્તાવાર નિવેદને જણાવ્યું હતું. ફાર્મા ઉદ્યોગ પાસેથી સહકાર માગતા મોદીએ તેમને ખાતરી આપી હતી કે સરકાર નવી ડ્રગ્સ અને નિયંત્રક પ્રક્રિયાઓ માટે સુધારાઓ હાથ ધરી રહી છે.

દવાઓ અને આવશ્યક તબીબી સામગ્રીનો પુરવઠો સરળતાથી ચાલુ રહે તે માટે વડાપ્રધાને આ ઉદ્યોગને સતત પુરવઠા ચેઇન ચાલુ રાખવા જણાવ્યું હતું અને સંસાધનીય અને પરિવહન જેવી સવલતો માટે સરકારનો ટેકો જાહેર કર્યો હતો. ડોકટરોને વડાપ્રધાને વિનંતી કરી હતી કે તેઓ લોકોએ કોવિડ-૧૯ની સારવાર અને પૂર્વ સાવચેતી અંગે ચાલતી અફવાઓ બાબતે શિક્ષીત કરે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના કાઉન્સેલિંગ કરવામાં આવે તેવું પણ તેમણે સૂચન કર્યું હતું.

Most Popular

To Top