SURAT

જો ઇન્ડસ્ટ્રીમાં સિલિન્ડર સપ્લાય કર્યા તો તાત્કાલિક લાયસન્સ રદ કરી ગુનો નોંધાશે

સુરતઃ (Surat) શહેરમાં પ્રતિદિન કોરોનાના વધતા દર્દીઓની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની (Oxygen) માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વિકટ સંજોગોમાં કોઈપણ ઓક્સિજન સપ્લાયર મેડિકલ માટે વપરાતા ઓક્સિજનનો જથ્થો જો ઇન્ડસ્ટ્રીમાં (Industries) સપ્લાય કરતા પકડાશે તો તાત્કાલિક લાયસન્સ (License) રદ કરવાની સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાશે.

શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓના જીવન માટે હાલ પ્રતિદિન 200 મેટ્રીકટન ઓક્સિજન વપરાય છે. આ ઓક્સિજનનો સપ્લાય યોગ્ય રીતે થાય અને કાળા બજારી ન થાય તે માટે કલેક્ટર દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેવન્યુ સ્ટાફ, પોલીસ સાથે રહીને ઓક્સિજનનું સપ્લાય યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ઉપર રાઉન્ડ ધી ક્લોક નજર રાખીને બેઠા છે. આજે જિલ્લા કલેક્ટરે વધુ એક આકરો નિર્ણય લીધો હતો. હાલ શહેરમાં દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાત સૌથી પહેલી છે. આવા સંજોગોમાં જો કોઈ સપ્લાયર ઇન્ડસ્ટ્રી માટે ઓક્સિજન સપ્લાય કરતો જણાશે તો તેનું લાયસન્સ રદ કરવાની સાથે એપેડેમિક એક્ટ 1897 , ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અને આવશ્યક ચીજવસ્તુ ધારો 1995 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરાશે.

ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા 400 સિલેન્ડર જપ્ત કરી હોસ્પિટલ માટે મોકલવા તજવીજ
આજે કલેક્ટરનો સ્ટાફ, પોલીસ તંત્ર તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ શહેરમાં જુદા જુદા સ્થળો ઉપર દરોડા પાડ્યા હતાં. અને 400 ઓક્સિજનના સિલિન્ડર જપ્ત કરાયા છે. હાલના સંજોગોમાં પણ આ લોકો દ્વારા ઓક્સિડન સિલિન્ડર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા હતાં. જપ્ત કરેલા આ સિલેન્ડર સપ્લાયરોના ત્યાંથી જેમ જેમ જરૂરિયાત પડશે તેમ તેમ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે.

Most Popular

To Top