SURAT

કોરોના બીમારીના દર્દીઓને સરકારી અમૃતમ અને આયુષ્યમાન યોજનામાં લાભ આપવા કલેક્ટરને રજૂઆત

સુરત: આખો દેશ કોરોના વાઈરસ ( CORONA VIRUS ) સામે લડત લડી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો હાલ ગુજરાતમાં કોરોના વાયરસના વધારે કેસો ત્યાં જ છે, નાના માણસો પાસે હાલ ઈલાજ કરાવવા પૈસા નથી અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓમાં બેડ ફૂલ થઇ ગયા છે ત્યારે હીરાઉદ્યોગમાં કામ કરતા લોકો કોરોના વાઈરસની સારવાર સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમા લઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમા હવે જગ્યા ન હોવાના કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા મજબૂર બન્યા છે.

પ્રાઇવેટ હોસ્પિટલમા કોરોનાની સારવાર ખૂબ મોંઘી છે. પહેલેથી મુશ્કેલી સહન કરતા કારીગરો પાસે કોઈ વિકલ્પ નથી રહ્યાં. જેના કારણે હીરાઉદ્યોગના રત્નકલાકારો ( DIAMOND WORKERS ) ભારે આર્થિક સંકટમા ફસાઈ રહ્યા છે ત્યારે સરકારની અમૃતમ યોજના ( AMRUTAM YOJNA ) અને આયુષ્યમાન ભારત ( AAYUSHAYMAN BHARAT ) યોજના હેઠળ કોરોના રોગને આવરી લેવામાં આવે તેવી રજૂઆત સુરત ક્લેક્ટર સમક્ષ રત્નકલાકારો દ્વારા કરવામાં આવી છે.હીરાઉદ્યોગના રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી બેરોજગારી અને આર્થિક તંગી સહિતની અનેક સમસ્યાઓથી પીડાય રહ્યા છે.

બેરોજગારી અને આર્થિક તંગીના કારણે અસંખ્ય રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લેવાના બનાવો બન્યા છે. કોરોનાના કારણે જ લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું. તેમાં પણ રત્નકલાકારોને સરકારના પરિપત્ર મુજબનો લોકડાઉનનો ( LOCKDOWN ) પગાર ચૂકવાયો નથી. બીજી તરફ સરકાર દ્વારા પણ હીરાઉદ્યોગના રત્નકલાકારોને કોઈ પ્રકારની આર્થિક મદદ કરવામાં આવી નથી. જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમા ફસાઈ ગયા છે.તેવું ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું.લોકો સરકાર પાસે આવી આર્થિક મુશ્કેલીના આ સમયમાં રાહત માટે મીટ માંડીને બેઠા છે,ઘર ચલાવવાના ફાંફા હોય ત્યાં આવી બીમારી સામે સરકર જો લોકોને સહાય કરે તો ઘણી રાહત મળી શકે એમ છે.

રત્નકલાકારોની પડતર માંગ અંગે પણ રજૂઆત કરાઈ હતી.
સારવાર મળે તે માટે રજૂઆત. આ યોજનામા કોરોના વાઈરસ નામના રોગનો સમાવેશ કરવા અથવા હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો સહિત તમામ મધ્યમ વર્ગના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમા કોરોના વાઈરસની સારવાર વિના મૂલ્યે મળે એ બાબતે તાત્કાલીક નિર્ણય લેવામાં આવે એવી અપીલ કરી હતી.

Most Popular

To Top