પુણા ગામમાં અસલી હીરાના બદલે અમેરિકન ડાયમંડ નાંખીને છેતરપિંડીનો કિસ્સો પોલીસ ચોપડે દાખલ થયો છે. જો કે વરાછા પોલીસે ધરપકડ કરાયેલા બે ઠગે જ આ વેપારીને નિશાન બનાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ઠગે નામ બદલીને મોટો સાદો કરવાની લાલચ આપીને આ ખેલ પાર પાડયો હતો.કુલ બે ઠગોએ ભેગા થઇને ધવલ દિયોરાને સોળ લાખનો ચૂનો ચોપડી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામના વતની અને હાલ કતારગામ કોઝવે રોડ ઉપર શુકનવેલી રેસીડેન્સીમાં રહેતા 28 વર્ષીય ધવલભાઇ નારણભાઇ દિયોરા હાલ હીરા વેપારી છે. તે મહિધરપુરા થોભાશેરીમાં શ્રીજીકૃપા બિલ્ડિંગમાં હીરાનો વ્યવસાય કરે છે.
ગત તારીખ 19 જાન્યુઆરીનો રોજ ઠગ હર્ષિલે ફોન કરી મોટો સોદો કરવાની લાલચ આપી હતી.અમારી પાસે મોટા વેપારી છે, જે 100 કેરેટ સુધીનો માલ લઇ શકે છે. ગત તારીખ 6 માર્ચના રોજ હર્ષિલે ફરી ફોન કરી સંજયભાઇનો મોબાઇલ નંબર આપ્યો છે આ સંજયભાઇનુ અસલ નામ વિમલ કાંતિલાલ વાછાણી છે જે ફ્રોડ નામથી મળીને છેતરપિંડી કરવાનુ કાવત્રુ કર્યુ હતુ. વિમલ હાલમાં પહેલેથીજ છેતરપિંડીમાં જેલમાં છે.
જેથી સંજયે પણ ધવલને સારા વેપારની આશા આપી હતી. ગત તારીખ 9 માર્ચના રોજ રૂ. 16.05 લાખની કિંમતના 69.80 કેરેટના હીરા મિત્રો તથા સંબંધીઓેને લઇ પુણાગામ ક્રિષ્ટ્રલ પ્લાઝામાં આવેલા બનાવટી સંજય એટલેકે વિમલની ઓફિસે ગયા હતા. જયાં સંજયે અલગ અલગ બહાના કાઢી હીરા બદલી કાઢી છેતરપિંડી કરી હતી. તે વખતે ધવલે પોલીસને જાણ કરી ન હતી. પરંતુ તાજેતરમાં વરાછા પોલીસ ચોપડે આવી જ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઇ હતી.
જેમાં આરોપી તરીકે વિમલ કાંતીભાઇ વાછાણી હોવાનું જાણવા મળ્યું હતું. ધવલ પણ આરોપીને જોવા માટે વરાછા પોલીસ મથકે જતા સંજય જ વિમલ તરીકે બહાર આવ્યો હતો. ધવલે આ બાબતે કાપોદ્રા પોલીસને જાણ કરતા પોલીસે હાલ છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.