ગાંધીનગર: રાજ્યમાં (Gujarat State) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board Exam) કન્ફર્મ લેવાશે તેવુ સરકારે જાહેર કરી દીધું છે. બોર્ડની પરીક્ષાઓની તારીખ પણ આવી ગઈ છે. ત્યારે આ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. જે મુજબ, હાલ ધોરણ 10 (10th Class)બોર્ડની મરજિયાત વિષયની પરીક્ષાઓ નહિ લેવાય. કોરોનાની પરિસ્થિતિને કારણે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની આ પરીક્ષા લેવાની રહેશે. બીજી તરફ મે (May) મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે, પરંતુ કેસ વધતાં પરીક્ષા જૂન (June) મહિનામાં યોજાવાની શક્યતા છે.
ધોરણ 10 ના મરજીયાત વિષયની પરીક્ષા હાલ શાળાઓ નહિ લેવાય. કોરોનાની પરીસ્થિતિને લઈને હાલ પરીક્ષા નહિ લેવાય તેવુ જણાવાયુ છે. સાથે જ બોર્ડ દ્વારા જાહેર કરાયુ કે, બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કુલોએ આ મરજીયાત વિષયની પરીક્ષા લેવાની રહેશે. ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે કોરોનાની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને SSC બોર્ડની પરીક્ષા (board exam) સંદર્ભે પત્ર લખીને આ અંગે જાણ કરાઈ છે.
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં નહિ, પરંતુ જૂન મહિનામાં લેવામાં આવે.
રાજય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પહેલા સીએમ વિજય રૂપાણીએ કહયું હતું કે રાજય સરકાર દ્વ્રારા ચોક્કસથી ધો 10 અને 12મી પરીક્ષા (10th 12th Exam) લેવાશે. તેમણે કહયું હતું કે ધો-10ના વિદ્યાર્થીનું ભાવિ ધો-10ની પરીક્ષા પછી ઘડાતુ હોય છે, એટલે પરીક્ષા તો લેવાશે, અલબત્ત વિદ્યાર્થીઓનીસલામતી બાબતે ધ્યાન રાખવામાં આવશે.