National

CBSE EXAM: પીએમ મોદીની શિક્ષણમંત્રી સાથે ચર્ચા, ટૂંક સમયમાં સ્પષ્ટ થશે ચિત્ર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) (CBSE) ની બોર્ડ પરીક્ષાઓ (Exam) બાબતની પરિસ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશંક’ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. દેશમાં કોરોનાની નવી લહેરના પગલે રાજ્ય સરકારો, (State Government) વિદ્યાર્થીઓ, વાલીઓ અને નેતાઓએ સીબીએસીની 10 મી અને 12 મી બોર્ડની પરીક્ષાઓ રદ અથવા મુલતવી રાખવાની માંગ કરી છે.

4 મેથી દેશમાં યોજાનારી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ રદ, મુલતવી અથવા ઓનલાઇન આયોજનની માંગ વધી રહી છે. પ્રથમ પરીક્ષકો, વાલીઓ અને શિક્ષકોએ પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી હતી. ત્યારબાદ, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, અભિનેતા સોનુ સૂદ, મહારાષ્ટ્ર બોર્ડ, શિવસેના અધિકારી અરવિંદ સાવંત અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તેના સમર્થનમાં બહાર આવ્યા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે શિક્ષણ પ્રધાન સાથે બેઠક કરી રહ્યા છે ત્યારે થોડાક જ સમયમાં પરીક્ષા અંગેની નીતિ સ્પષ્ટ થશે.

ઘણા રાજ્યોએ પહેલેથી જ કોરોના મામલામાં થયેલા વધારાને કારણે બોર્ડની પરીક્ષા મુલતવી રાખવાની ઘોષણા કરી દીધી છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા જેવા રાજ્યો શામેલ છે. જોકે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે દિલ્હીમાં 6 લાખ પરીક્ષાર્થીઓ શામેલ થશે, જેના માટે 1 લાખ શિક્ષકો કામગીરી બજવશે. રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના પહેલાથી જ ભયાનક છે. આવી સ્થિતિમાં, જો પરીક્ષા કેન્દ્રો પર આટલો મોટો મેળાવડો થાય તો અહીં કોરોના હોટસ્પોટ્સ ઉભરી આવે તેવી સંભાવના રહેશે.

સીબીએસઈની 10 મી અને 12 મીની પરીક્ષા 4 મેથી યોજાનાર છે. બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પરંતુ હવે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષા મુલતવી રાખી શકાય છે. આ પહેલા ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા પણ 10 અને 12 ની વર્ગની પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. એસોસિએશન વતી શિક્ષણ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓમાં 30 લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. પરીક્ષા (offline) ઓફલાઇન થનાર હોઈ વિદ્યાર્થીઓ સોશ્યલ મીડિયા પર CancelBoardExam2021 અભિયાન પણ ચલાવી રહ્યા છે.

Most Popular

To Top