Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં 67ના મોત : વિક્રમજનક નવા 6690 કેસ

gandhinagar : રાજ્યમાં કોરોનાએ ( corona ) હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે કેસમાં વિક્રમજનક ઉછાળો થઈ રહ્યો છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરતમાં 22 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ 67 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 6690 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 69 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં સુરત મનપામાં 22, અમદાવાદ મનપામાં 23, રાજકોટ મનપામાં 5, વડોદરા મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 3, બનાસકાંઠા અને રાજકોટ ગ્રામ્યમાં 2-2, તેમજ આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ અને સાબરકાંઠામાં 1-1 મળી કુલ 67 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 થયો છે, બીજી તરફ મંગળવારે 2748 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,20,729 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 89.04.95 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મંગળવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2251, સુરત મનપામાં 1264, વડોદરા મનપામાં 247, રાજકોટ મનપામાં 529, ભાવનગર મનપામાં 81, ગાંધીનગર મનપામાં 54, જામનગર મનપામાં 187 અને જૂનાગઢ મનપામાં 65 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 34,555, વેન્ટિલેટર ઉપર 221 અને 34,334 દર્દીઓ સ્ટેબલ છે


વધુ 2,15,805 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી . અત્યાર સુધીમાં- કુલ 84,04,128 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 11,61,722 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 95,65,850 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના કુલ 1,57,510 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 47,035 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઈને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી પીઆઇએલમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ડેઝીગ્નેટ કરવામાં આવ્યાં છે, તે તમામનું પેમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવે. તમામ ખાનગી હોસ્પિટલોને આદેશ કરવામાં આવે છે કે, કોરોના સિવાયની ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને મા વાત્સલ્ય અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સારવાર કરવામાં આવે, તેમજ વહેલામાં વહેલી તકે અમદાવાદની વી.એસ. હોસ્પિટલને 1500 બેડની પૂર્ણ ક્ષમતા સાથે ચાલુ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટમાં 15મી એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.

Most Popular

To Top