SURAT

મહારાષ્ટ્રથી ટ્રેનોમાં આવતા મુસાફરો ઉધના સ્ટેશન પરથી બારોબર શહેરમાં પ્રવેશી રહ્યા છે

સુરત: (Surat) મહારાષ્ટ્ર (Maharashtra) તરફથી આવતી ટ્રેનોમાં ઉધના સ્ટેશન (Udhna Station) ઉતરનારા લોકોનું જિલ્લા વહિવટી તંત્ર અને સુરત મહાનગર પાલિકા દ્વારા ચેકિંગ કરવામાં આવતું નથી. ઉધના સ્ટેશન પર ગેટ નંબર 1 પરથી બહાર નીકળનારાનું કોવિડ-19નું ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ ગેટ નંબર 2 મારફત સુરતમાં આવનારા લોકોનું કોવિડ-19નું ટેસ્ટિંગ જ કરવામાં આવતું નથી. તેના ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

  • સુરત જિલ્લા વહિવટી તંત્ર સુરતમાં વેપાર-ધંધા બંધ કરાવે છે ત્યારે ઉધનામાં કેમ ચેકિંગ કરાતું નથી ?
  • ગેટ નંબર 2 પર બહારથી સુરતમાં આવનારા લોકોનું ટેસ્ટિંગ પણ કરાતું નથી

કોવિડ-19 શહેરમાં ખુબ જ ગંભીર રીતે ફેલાઇ રહ્યો છે. તેનું સીધું એક કારણ બહારગામથી આવતા લોકો છે. જેના કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશન મારફત સુરતમાં આવતા લોકોનું કોવિડ-19નું ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ ઉધના સ્ટેશન મારફત સુરતમાં આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવતું જ નથી. ઉધના સ્ટેશન ઉપર આવવા-જવા માટે ત્રણ ગેટ આવેલા છે, પરંતુ માત્ર એક ગેટ પર કોઇકનું જ કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે. જયારે અન્ય 2 બે ગેટ પર મુસાફરો કોવિડ-19ના ટેસ્ટ પણ કરતું નથી અને મહારાષ્ટ્રથી આવતા શહેરીજનો તથા પ્રવાશીઓ સીધા શહેરમાં પ્રવેશી જાય છે, જે ખરેખર સુરત શહેર માટે ખૂબ જ મોટું જોખમ છે.

ઉધનાની આજુબાજુના વિસ્તારમાં મોટાભાગે મહારાષ્ટ્રીયન પરિવાર રહે છે. તેઓના સંબંધીઓ સુરત ઉતરવાને બદલે ઉધનામાં ઉતરીને જવાનું પસંદ કરે છે. જેના કારણે ઉધના ઝોનમાં કોવિડ-19ના કેસ ખૂબ જ વધી રહ્યા છે. મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ અને ધુલિયાથી મુસાફરો સુરતમાં આવી રહ્યા છે. પરંતુ ઉપરોક્ત ત્રણેય જિલ્લાઓમાં કોવિડ-19ના કેસ ખૂબ જ વધી ગયા છે. તે કેસ હવે સુરત તરફ ફેલાઇ રહ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમ સાથે ભીલાડ પોલીસ પણ જોડાઇ

ઉમરગામ : મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ઘુસી આવનાર અને પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બેદરકારી ભર્યું કૃત્ય આચરનાર એક મહિન્દ્રા સ્કોર્પિયો કાર ચાલકની ભીલાડ નંદીગામ પાસે પોલીસે અટક કરી હતી તેણે પોલીસ પર પોતે પત્રકાર હોવાનો રોફ બતાવ્યો હતો. હાલ વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-૧૯ ને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરટીપીસીઆર રીપોર્ટ ચેક કરવા અને ત્યારબાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવા ભીલાડ નજીક નંદીગામ પાસે હાઈવે ઉપર જુના ચેકપોસ્ટ પાસે આરોગ્ય વિભાગની ટીમ સાથે ભીલાડ પોલીસ પણ જોડાઇ કામગીરી કરી રહી છે.

Most Popular

To Top