Sports

બીજી વનડેમાં શું ખરેખર ફખર ઝમાં ડિ કોકની ‘ફેક ફિલ્ડીંગ’નો શિકાર બન્યો?

જોહનીસબર્ગ : દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે અહીં રવિવારે રમાયેલી બીજી વન ડે દરમિયાન મેચની અંતિમ ઓવરમાં પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાં અંગત 193 રને રનઆઉટ થયો હતો, જો કે તે રનઆઉટ થયો તેને લોકોએ ડિ કોકની ‘ફેક ફિલ્ડીંગ’નો તે શિકાર બન્યો હોવાનું કહીને દક્ષિણ આફ્રિકન ટીમ સામે પગલાં લેવાની માગ કરી હતી. જો કે ફખર ઝ્માંએ જાતે એવું કહી દીધું હતું કે જે થયું તેમાં ડિ કોકનો વાંક નથી, મારી જ ભુલ હતી એટલે જ હું આઉટ થયો હતો.

એડમ માર્કરમે ડીપ લોન્ગ ઓન પરથી થ્રો કર્યો ત્યારે ડી કોક બોલ પકડવા માટે સ્ટમ્પ પર આવી ગયો હતો એ તેણે નોન સ્ટ્રાઇકર છેડા ભણી ઇશારો કર્યો અને ફખર ઝમાંએ પાછળ ફરીને જોવામાં ધીમો પડ્યો તેમાં બોલ સીધો વિકેટ પર લાગતા તે રનઆઉટ થયો હતો. ડિ કોકે જે ઇશારો કર્યો તેને લોકોએ ગેમની સ્પિરિટથી વિરુદ્ધનો ગણાવીને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામે પગલાં ભરાવા જોઇતા હતા અને તેને પાંચ રનની પેનલ્ટી લગાવીને એ બોલને ડેડ બોલ જાહેર કરવો જોઇતો હતો.

ફખર ઝમાંએ જો કે આ બાબતે કહ્યું હતું કે ભુલ મારી હતી, હું બીજા છેડે હારિસ રઉફને જોવામાં વ્યસ્ત હતો. મને લાગ્યું હતું કે તેણે મોડી શરૂઆત કરી હતી અને તેના કારણે તે મુશ્કેલીમાં હોવો જોઇએ. મને નથી લાગતું કે ડિ કોકે કોઇ ભુલ કરી છે. ડિ કોકના ઇશારા બાબતે પણ ચોક્કસપણે કંઇ કહી શકાય તેમ નથી. એવું પણ બની શકે કે તેણે નોન સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કરવા કહ્યું હોય પણ માર્કરમે તેના ભણી થ્રો કર્યો હોય.

ફેક ફિલ્ડીંગનો નિયમ શું કહે છે?
આઇસીસીના કોડ ઓફ કન્ડક્ટ અનુસાર નિયમ 41.5 મુજબ ફેક ફિલ્ડીંગનો નિયમ કહે છે કે કોઇ પણ ફિલ્ડર જાણીકરીને પોતાના શબ્દો કે એક્શન વડે સ્ટ્રાઇકર બોલને ફટકારે તે પછી કોઇપણ બેટ્સમેનનું ધ્યાન ભટકાવે કે તેને ભોળવે અથવા તો અવરોધ ઊભો કરે તો તે ખોટું છે. નિયમ 51.5.2 અનુસાર ફિલ્ડ અમ્પાયરોમાંથી કોઇપણ એકની એ જવાબદારી છે કે તેઓ નક્કી કરે કે ધ્યાન ભટકાવવાનો કે ભોળવવાનો અથવા તો અવરોધ ઊભો કરવાનો પ્રયાસ જાણીકરીને કરાયો છે કે કેમ? જો અમ્પાયરને કોઇ ફિલ્ડરે જાણી કરીને ભુલ કરી હોવાનું જણાય તો તે બોલે આઉટ થયેલા બેટ્સમેનને નોટઆઉટ જાહેર કરવાની સાથે બોલને ડેડ જાહેર કરવો અને બેટિંગ કરતી ટીમને પાંચ રન આપવા. આ સાથે જ એ બોલ પર બનેલા રન પણ જે તે ટીમને જ મળશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top