SURAT

સુરતમાં “આપ”ને જનતા સમર્થન : 500 જેટલી જુદી-જુદી સોસાયટીઓ, સામાજીક સંસ્થાઓ ..

સુરતની જનતાની હિતની માંગણીઓને લઇને ચાલી રહેલા આમ આદમી પાટીઁના ઉપવાસ ઓદોંલનને હવે એક ચોક્કસ દિશા મળી રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. શહેરમાં અદાંજીત 500 જેટલી જુદી-જુદી સોસાયટીઓ, સામાજીક સંસ્થાઓ,ઘામીઁક સંસ્થાઓ, જુદા-જુદા એસોસીએસન દ્વારા લેખીતમાં સમથઁન જાહેર કરાયુ છે..

સુરત(Surat)માં આપ (AAP) પાર્ટી વિવધ મુદ્દે પાલિકા સમક્ષ સતત વિરોધ દર્શાવી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના કોર્પોરેટર (Councilor) અને કાર્યકર્તાઓ દ્વારા પાલિકામાં હોબાળો કરવામાં આવી રહ્યો છે. જે વિરોધ પક્ષના કોર્પોરેટરની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. આપ પાર્ટી દ્વારા કોર્ટમાં પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ ત્રણ માગોને લઇને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા (Leader of the Opposition) ધર્મેશ ભંડેરી ઉપવાસ પર ઉતર્યા છે. તેમની સાથે આપ પાર્ટીના કોર્પોરેટરો પણ જોડાયા છે. ત્યારે વિપક્ષ તરીકે મનપામાં આપ પાર્ટી વધુ સજ્જડ અને સક્ષમ ભૂમિકામાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

આપની ફરિયાદ છે કે સુરત કોર્પોરેશનના તઘલગી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા નિર્ણય લેવામાં આવ્યા છે, જેના વિરોધમાં વિપક્ષી નેતા અને વિપક્ષના સભ્યો ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીની સાથે ઉપવાસમાં વોર્ડ નં:૩ ના નગરસેવક કનુભાઇ ગેડીયા , વોર્ડ નં:4 ના નગરસેવક ધર્મેન્દ્રભાઇ વાવલીયા અને કાર્યકર્તા અશોકભાઇ ગૌદાની આમ આદમી પાટીઁ સુરતના મુંખ્ય કાયાઁલય, સીમાડા નાકા ખાતેના ઉપવાસ સ્થળ પર ઉપવાસમાં જોડાયા છે. જો આ માગ પર આગામી સમયમાં કોઇ ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો આમ આદમી પાર્ટી દ્વારા વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

આજે પણ SMC ઓફિસ મુગલીસરા ખાતે આમ આદમી પાટીઁના નગરસેવકો દ્વારા સ્થાયી સમિતીની બેઠક સમયે નિચેના મુદ્દોઓને લઇને મૌન વિરોઘ પ્રદશઁન કરાયુ

👉STM માકેઁટની લિઝને એકદમ નજીવા દરે 99 વષઁ સુઘી કરી દેવા માટેના ઠરાવને રદ કરવામાં આવે

👉પાણીના મિટરો દુર કરીને તમામ પાણી બિલ રદ કરવામાં આવે

👉પારદશઁક વહિવટ માટે સ્થાયી સમીતી મીટીંગનુ લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવે

👉ચુંટાયેલા જનપ્રતિનિઘીઓ ઉપર હુમલો કરનાર અઘિકારીઓ વિરુઘ્ઘ કડક કાયઁવાહી કરવામાં આવે

ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં મહાનગરપાલીકામાં આમ આદમી પાટીઁના નગરસેવકો તેમજ કાયઁકતાઁઓ સાથે SMCના માશઁલો અને પોલીસ દ્વારા બનેલી દમનની ઘટના અંગે દિલ્હીના મુંખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ગંભીરતાથી નોઘં લઇ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, અને સુરત મહાનગરપાલિકાના વિરોઘ પક્ષના નેતા ઘમેઁશ ભંડેરી સહિતના તમામ નગર સેવકો સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી વિસ્તૃત ચચાઁ પણ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે પ્રથમ વખત તેમને એક ઇમાનદાર અને સાચા વિરોઘ પક્ષનો સામનો કરવો પડી રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top