SURAT

350 કામદારોનું રજીસ્ટ્રેશન અને પાલિકાએ મોકલ્યા ફક્ત 100 ડોઝ

સુરત: (Surat) સચિન જીઆઇડીસીના એમડી અને કોરોના સંક્રમણને પગલે નિયુક્ત થયેલા સ્પેશલ ઓફિસર એમ.થેન્નારાસન, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલની વિનંતીને પગલે સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા આરોગ્ય કેન્દ્રની મદદથી વેક્સિનેનશન સેન્ટર (Vaccination Center) ચલાવવામાં આવી રહ્યા છે. સચીન જીઆઈડીસીની રોટરી ક્લબ હોસ્પિટલ દ્વારા પાલિકાને 350 વેક્સિન માટેનું રજિસ્ટ્રેશન ઉદ્યોગકારો મારફત મોકલવામાં આવ્યું હતું. પરંતુ પાલિકા દ્વારા 100 નંગ ડોઝ જ આપવામાં આવ્યા હતાં તે પૂરતા ન હતાં.

હોસ્પિટલ ઉપર કામદારોની વેક્સિન મુકાવવા માટેની ભારે ભીડ એકઠી થઈ હતી તે તમામ કામદારોને વેક્સિનનો ડોઝ મળી રહે તે માટે સચિન ઇન્ડ.સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામી, માજી સેક્રેટરી મયૂર ગોળવાલા, ચેમ્બરના અગ્રણી નીરવ સભાયા સહિતના આગેવાનોએ પાલિકાના આરોગ્ય અધિકારી અને ઉધના ઝોનને રજૂઆત કરી હતી. સાથે સાથે જિલ્લા હેલ્થ સેન્ટરનો સંપર્ક કરી કોન્ટેક કરી બીજા ૧૦૦નંગ વેક્સિન ના ડોઝ ની વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું, જેને પગલે સચિન ગામમાથી 100 વેક્સિન મોકલવામાં આવ્યા હતા. તે પછી સુરત મહાનગર પાલિકા દ્વારા બીજા ૧૫૦ નંગ વેક્સિનનાં આપવામા આવ્યા હતાં. અને એ રીતે 350 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી હતી. આવતીકાલે સુરત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા 45 વર્ષથી ઓછી વય ધરાવતા ઉદ્યોગકારો અને કામદારોને વેક્સિન આપવામાં આવશે.

જીઆઇડીસીના બીજા વેક્સિનેશન સેન્ટરમાં 1941 લોકોને રસી અપાઇ

સચિન ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન દ્વારા ચલાવવામા આવતા બીજા રસીકરણ કેન્દ્રમાં 1941 જેટલી રસી ઉદ્યોગકારો અને કામદારોને આપવામાં આવી છે. એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે 45 વર્ષથી વધુ વયના ઔદ્યોગિક એકમોના માલિક અને કામદારોને રસી મુકાવવી ફરજિયાત છે. તેવા મેસેજ મોકલવામાં આવ્યા છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. મનપા તંત્ર દ્વારા સંક્રમણને નાથવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે અને હાલના નવો સ્ટ્રેઇન વાઇરસ જે વધુ ચેપી હોય ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેથી સંક્રમણને કાબૂ કરવા માટે 30 એપ્રિલ સુધી મનપાના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. 30 એપ્રિલ સુધી રજાના દિવસોમાં પણ મનપાની કોવિડની કામગીરી ચાલુ રહેશે.

નવા સ્ટ્રેઇન વાઇરસમાં સંક્રમણ ઝડપથી ફેલાતું હોવાથી આગામી દિવસોમાં સુરતની હાલત વધુ કફોડી બને તેવી શક્યતા સેવાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાએ આગામી એપ્રિલ સુધી કોઈ પણ ખાસ કારણ વિના કર્મચારીઓની રજા નહીં મંજૂર કરવા માટેનો આદેશ આપી દીધો છે. મહાનગરપાલિકામાં કોરોનાની કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએ જાહેર રજાના દિવસે પણ કામગીરી કરવાની સૂચના આપી છે. આગામી 30 એપ્રિલ સુધી કોઇપણ કર્મચારીઓની રજા મંજૂર થશે નહીં. જે માટેનો પરિપત્ર મનપાના તમામ ઝોનમાં અને વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે.

4 હજાર શ્રમિકોને વેક્સિન

સુરતઃ શહેરમાં દિનબદિન કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. નવા સ્ટ્રેઈનનું સંક્રમણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો ધંધા-રોજગારી અર્થે શહેરમાં આવતા હોય છે. હાલ કોરોનાવાયરસ સામે બચવા માસ્ક અને વેક્સિન એ જ ઉપાય છે. વેક્સિનથી હોસ્પિટલાઈઝેશનનું જોખમ ઓછું થાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બાંધકામ ક્ષેત્રના જુદી જુદી સાઈટના 6 હજાર શ્રમિકની આરોગ્યની તકેદારી રાખવા માટે આજદિન સુધીમાં 4 હજાર શ્રમિકને વેક્સિન આપવામાં આવી છે. આવનાર દિવસોમાં વધુમાં વધુ બાંધકામ શ્રમિકોને વેક્સિન આપવામાં આવશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top