National

પીપીએફ સહિતના નાની બચતના વ્યાજ દરોમાં 1.1% સુધીનો ઘટાડો

સરકારે આજે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓ પરનો વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. બૅન્ક થાપણ થાપણ પરના દરો ઘટી રહ્યા છે એની સાથે નાની બચતના વ્યાજદરોને સુસંગત કરાયા હતા.

પીપીએફ પરનો વ્યાજ દર 0.7% ઘટીને હવે 6.4% થયો છે જ્યારે એનએસસી પર હવે 0.9% ઓછું એટલે કે 5.9% વ્યાજ જ મળશે. નાની બચતના વ્યાજદરો ત્રિમાસિક ધોરણે જાહેર થતાં હોય છે. નવા વ્યાજદરો 1 એપ્રિલથી 30 જૂન સુધી અમલી રહેશે. પાંચ વર્ષની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમના વ્યાજદરો પણ તીવ્ર રીતે 0.9% ઘટીને 6.5% થયા છે. આ સ્કીમમાં વ્યાજ ત્રિમાસિક રીતે ચૂકવાઇ છે.

પહેલી વાર સેવિંગ્સ ડિપોઝીટ પરના વ્યાજદરો હાલના વાર્ષિક 4%થી ઘટાડીને 0.5% કરાયા છે. સૌથી વધારે 1.1%નો ઘટાડો એક વર્ષની ટર્મ ડિપોઝીટમાં થયો છે. હાલ એમાં 5.5% વ્યાજ મળે છે એ હવે 4.4% જ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર હવે 0.7% ઓછું વ્યાજ એટલે કે 6.9% વ્યાજ મળશે. 2016માં વ્યાજદરો ત્રિમાસિક જાહેર થવા લાગ્યા ત્યારે સરકારે કહ્યું હતું કે નાની બચતના વ્યાજદરોને બોન્ડ યિલ્ડ સાથે સાંકળી લેવાશે.

યોજના જૂના વ્યાજદર નવા વ્યાજદર
બચત ખાતું 4% 3.5%
1 વર્ષ ટર્મ ડિપોઝીટ 5.5% 4.4%
5 વર્ષ ટર્મ ડિપોઝીટ 6.7% 5.8%
સિનિયર સિટિઝન 7.4% 6.5%
માસિક આવક 6.6% 5.7%
એનએસસી 6.8% 5.9%
પીપીએફ 7.1% 6.4%
કેવીપી 6.9% 6.2% (138 મહિના)
સુકન્યા 7.6% 6.9%

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top