ઈરાન, ઈરાક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે તેના કારણે કુદરતી સંસાધનોનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિનાશ થઈ રહ્યો છે ત્યારે યુદ્ધ કોઈપણ દેશના હિતમા નથી. યુદ્ધ ના કારણે ડીઝલ, પેટ્રોલ અને રાશન તેમજ રસોઈ ગેસ મળવા મુશ્કેલ છે ખૂબ મોઘવારી વધી ગઈ છે તમામ વિશ્વના નેતાઓ યુદ્ધ અટકાવવા શાંતિ સમિતિની રચના કરી મિટિંગ નુ આયોજન કરવામાં આવે તો જરૂર યુદ્ધ અટકી શકે યુદ્ધ ની ખુવારી ના કારણે અર્થતંત્ર નબળું પડશે વિશ્વનો વિકાસ દસ વર્ષ પાછળ ચાલ્યો જશે.
ભારત દેશમાં વ્યાપક પ્રમાણમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો નો મોટો સમૂહ છે રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો સ્થિતિ ખૂબ જ કફોડી હાલત થાય છે. યુદ્ધ ના કારણે થતો વિનાશ કોઈને પાલવે તેમ નથી માટે યુદ્ધ અટકાવવા માટે શાંતિ પુર્ણ પહેલ કરવાની જરૂર છે. તેમ છતા યુદ્ધ લાંબુ ચાલે તો લોકોએ કોઈપણ સંજોગોમાં એકબીજા ની સાચી મદદ કરવી જોઇએ. આવી પરિસ્થિતી મા માનવ માનવ વચ્ચે ભેદભાવ રાખવો ન જોઈએ. ફરીથી વિશ્વ કક્ષાએ થી ફરજિયાત શાંતિ માટે યુદ્ધ નો અંત લાવવા અપીલ કરવાની જરૂર છે.
સુરત – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.