દિલ્હીમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને પુરુષોની ટ્રેપ ટીમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પુરુષોની ટીમે 25 મીટર રેપિડ ફાયરમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વુમન ટ્રેપ ટીમે કઝાકિસ્તાનને 6-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ટીમમાં રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને શ્રેયાસી સિંહ છે. શ્રેયસી બિહારની જમુઇ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમના પિતા દિગ્વિજય સિંહ રેલવે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ભારતીય પુરૂષોની ટ્રેપ ટીમે સ્લોવાકિયાને 6-4થી હરાવીને ગોલ્ડ પર કબજો કર્યો હતો. ટીમમાં કયનાન ચેનાઇ, પૃથ્વીરાજ ટુંડાઇ માન, લક્ષ્ય હતા.
25 મીટર એર પિસ્ટલ રેપિડ ફાયર મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. યુએસએની ટીમે ફાઇનલમાં ભારતને 10-2થી પરાજિત કર્યું હતું. આ સાથે યુએસએના ગોલ્ડ મેડલ્સની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. ભારતીય ટીમમાં ગુરપ્રીત સિંહ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ સામેલ હતા.
ભારતીય ટીમે દિલ્હીમાં ચાલી રહેલી વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. યુએસએ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 15 ગોલ્ડ, 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 30 મેડલ જીત્યા છે. કોઈપણ શૂટિંગ વર્લ્ડ કપમાં આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા હાલમાં મેડલ્સમાં ટોચ પર છે. તે જ સમયે, અમેરિકા 8 મેડલ સાથે બીજા નંબરે છે. તેણે 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે ઇટાલી 2 ગોલ્ડ, 2 બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાવ ઈન્દરજિત સિંહે પણ ધારાસભ્ય રહીને શૂટિંગમાં મેડલ મેળવ્યો છે. શ્રેયાસી સિંહ પહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીતસિંહે હરિયાણાના ધારાસભ્ય રહીને આંતરરાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યો હતો. 1990 થી 2003 સુધી તેઓ ભારતીય શૂટિંગ ટીમનો સભ્ય હતો. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ ત્રણ વર્ષ સુધી સ્કિટનો રાષ્ટ્રીય ચેમ્પિયન હતા.