ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા ઘડવા માટે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદે છ માસ અગાઉ એક સમિતિની નિમણૂક કરી હતી. સમિતિએ રાજયનાં જિલ્લા મથકોએ જઇ અસરકર્તા વર્ગો સાથે સંવાદ પણ કર્યો હતો. સદર સમિતિએ સરકારને પોતાનો અહેવાલ સોંપ્યાને બે માસ જેટલો સમય વીતી ગયો છે પરંતુ સરકારે સદર અહેવાલ જાહેર કર્યો હોવાનું જાણમાં નથી. લોકોને અહેવાલની વિગતો અને ભલામણો જાણવાની ઇંતેજારી છે. સમય પાકી ગયો તેની વિગતો અને ભલામણો રાજ્યનાં નાગરિકો સમક્ષ મૂકવાની રાજયની ફરજ છે. ગુજરાત સરકાર શા માટે વિલંબ કરી રહી છે તે સમજાતું નથી. અહેવાલ પર પણ સરકારી સૂચનો મંગાવવાં જોઈએ.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.