Vadodara

ધો.10 અંગ્રેજીના પેપરમાં મિશન ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન પૂછાયો

પેપર સરળ રહેતા સમય મર્યાદા પહેલાજ વિદ્યાર્થીઓએ પેપર પૂર્ણ કર્યું :

સેવ ધ એન્વાયરમેન્ટ અને ઈન્ટરનેશનલ યોગા ડે ઉપર નિબંધ લખવામાં વિદ્યાર્થીઓને મઝા પડી :


( પ્રતિનિધિ )વડોદરા,તા.11
ગુજરાત બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં અત્યાર સુધીના પેપરો મધ્યમ રહેતા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવી શકયતા છે. બુધવારે ધોરણ 10 અંગ્રેજીનું પેપર ખૂબ જ સરળ હતું. એજ્યુકેશન એક્સપર્ટ રવિ વઢવાણાએ જણાવ્યું કે, સેક્શન Aમાં આન્સર ધ ક્વેશ્ચન પૂછાયા હતા તે ખૂબ જ સહેલા હતા. શોર્ટ નોટ MGP’s ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડીસ્ટ્રીક અને મધર અ વન્ડરફુલ ક્રિએશન અને ટ્રુ ઓર ફોલ્સ પૂછાતા બાળકોને લખવામાં ઘણું સહેલું રહ્યું. સેક્શન Bમાં રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અને રીડ ધ ડેટા એન્ડ આન્સરમાં ઈન્કમટેક્સ વાળો ડેટા પૂછાતા બાળકોને લખવામાં ખૂબ આસાની રહી, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચનમાં આપણું ભવ્ય સોમનાથ મંદિર, બાર જ્યોતિર્લિંગ, હિરણ્ય , સરસ્વતી કપિલા વગેરે જેવી નદીઓ અને ભાલકાતીર્થ ગુજરાતના પ્રાચીન મંદિરોની જાણકારી ગુજરાતની જાણીતી પ્રાચીન સંસ્કૃત વિશ્વ વિદ્યાલય વિશે પૂછવામાં આવ્યું હતું. રીડ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચનમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશન કાઉન્સિલ જેવી પ્રક્રિયાઓમાં ભાગ લેવા અને નવા આવિષ્કારો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સેક્સન C ગ્રામરમાં કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન જેવા પ્રશ્નો ઘણા સરળ રહ્યા જેથી બાળકો આસાનીથી લખી શક્યા હતા. સેકશન D ઓપરેશન સિંદૂર જેમાં ભારત દ્વારા દુશ્મનોને કેવી રીતે ઘૂંટણ ટેકવી દેવામાં આવ્યા જેવા મહત્વના મુદ્દાઓ પર ડુ એસ ડાયરેક્ટ પૂછવામાં આવ્યું હતું. સેક્શન E માં ધ પ્રોબ્લેમ ફેસડ બાય હાઉસવાઈફ જેમાં એક સ્ત્રી આખા પરિવારને કઈ રીતે સંભાળે છે. સેવ ધ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનેશનલ યોગા ડે જેવા મહત્વના મુદ્દા ઉપર એસે અને રિપોર્ટ પૂછવામાં આવ્યા હતા. એકંદરે અંગ્રેજીનું પેપર ઘણું સરળ રહેતા સમય મર્યાદા પહેલા જ વિદ્યાર્થીઓનું પૂર્ણ થયું હતું અને બાળકોના ફુલ માર્ક આવે તેવી પૂરેપૂરી શકયતા છે.

100 માંથી 100 માર્કસ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે :

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કમ્પ્યુટર પરિચય 331 નું થિયરી વિષયનું પેપર હતું. પેપર ખુબજ સરળ અને પાઠ્ય પુસ્તક આધારીત હતું. જે વિધાર્થીઓએ સમગ્ર વર્ષ દરમ્યાન પાઠ્ય પુસ્તક આધારિત તૈયારી કરી હશે અને પ્રાયોગીક કાર્ય પર પણ  યોગ્ય રીતે ધ્યાન આપ્યું હશે,તેમને આજનું પેપર ખુબ જ સરળ લાગ્યું હશે. મારા મતે ચાલુ વર્ષે 100 માંથી 100 માર્કસ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે અને સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી પણ કમ્પ્યુટર વિષયમાં સારો સ્કોર કરી શકશે. : મયુર ભુસાવળકર,એક્સપર્ટ

Most Popular

To Top