૭૦ના દાયકા અને હાલના સમય મા શિક્ષણ અને આરોગ્ય સુવિધા મેળવવા મોટો તફાવત છે. હાલના સમયમાં તો બન્ને દુવિધા બની ગઈ છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ નુ વેપારીકરણ થઈ ગયું છે સુપર શ્રીમંતો વધુ ટેક્ષ આપે તો જગત ભરની ગરીબી નાબૂદ થઈ શકે ખરી? શીર્ષક હેઠળ ગુજરાત મિત્ર દૈનિક ની પૂર્તિ મા ભરત ઘેલાણી લિખિત લેખ મા જે વિગતો જણાવી છે તે સાચી છે, પરંતુ વિશ્વમાં અમીરો ગરીબો વચ્ચેની ખાઈ દૂર થઈ શકે ખરી? શિક્ષણ મોંઘુ થતું જાય છે ૭૦ના દાયકામા શિક્ષણ ની જે સ્થિતિ હતી તેમાં ખુબ મોટુ પરિવર્તન આવી ગયું ગરીબો અને ધનવાનો માટે એક સમાન સ્થિતિ હોવી જોઇએ ૭૦ ના દાયકામા બાળકોને સરકારી શાળા ફરજિયાત ૬વર્ષ પૂર્ણ થઈ જાય પછી પ્રવેશ આપવા મા આવતો હતો.
હાલના સમયમાં તો બાળક ૪વર્ષ નુ થાય એટલે ઊંચી ફી ભરીને દાખલ કરવામાં આવે છે આ વય બાળકની રમવાની શરૂઆત છે પણ શિક્ષણ નુ વેપારી કરણ થઈ ગયુ હોવાથી ઠેર ઠેર શાળાઓ બિલાડીની ટોપ ની જેમ ખુલવા લાગી.વિકાસ થાય પણ કોનો વિકાસ? ઓકસ્ફમ અનુસાર વિશ્વના ૧૦ધનિક એવા છે જે રોજના ૧૧હજાર કરોડ રૂપિયા કમાઈ છે,જ્યારે ભારત જેવા દેશમાં રોજના ૭૦૦૦ ના હિસાબે દર વર્ષે લાખો લોકો ભીષણ ગરીબી અને ભૂખ મારાથી મરે છે. આર્થિક અસમાનતા દૂર કેવી રીતે કરી શકાય તે વિશે સંશોધન કરવા ની જરૂર છે. આમ ગરીબ વધુ ગરીબ અને ધનવાન વધુ ધનવાન બનતા જશે તો સ્થિતિ ભયંકર બનતા વાર નહી લાગે. આરોગ્ય સુવિધા ની પણ આવી જ સ્થિતિ છે. આરોગ્ય અને શિક્ષણ દરેકને નિઃશુલ્ક મળી રહે તેવુ આયોજન કરવાની જરૂર છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.