ગણતંત્રમાં હજી એક મોટી ખામી ચાલતી રહી છે. સ્થાનિક કક્ષાએ પ્રાદેશિક કક્ષાએ, રાષ્ટ્રકક્ષાએ મતદાન કરીને નિયત મુદ્દત માટે ચૂંટેલા જનપ્રતિનિધિ જો યોગ્ય સેવા ન કરે તો લોકો અવાજ ઉઠાવતા રહે છે, પણ જો નિરર્થક પુરવાર થાય તો તે પ્રતિનિધિની ચૂંટણીમાં જેટલા મતદાતાઓએ મતદાન કર્યુ હોય તે સંખ્યાના બેતૃતીયાંશ મતો જો નકારે તો પ્રતિનિધિની ચૂંટણી રદ થાય એવો રાઇટ ટુ રિકોલ પણ હોવો જોઇએ. આપાત્ર કે કૃપાત્ર ઠરેલ પ્રતિનિધિની ચાલી શકે નહી. આવી જોગવાઇ જિલ્લા મેજીસ્ટ્રેટ મારફત થઇ શકે.
જનપ્રતિનિધિ ચૂંટાઇ ગયા બાદ બેદરકારી કે વિલાસપ્રિયતા કે મિથ્યાભિમાન, પક્ષપાત, આથરી શકે નહી. આવી સાચી લોકશાહી માટે નિષ્પક્ષ, હિમ્મતવાન ચૂંટણી અધિકારીઓ પણ જરૂરી છે. ભારતમાં તો રાષ્ટ્રપતિ અને ન્યાયાધીશો સામે મહાભિયોગની જોગવાઇ છે, તેજ રીતે જનપ્રતિનિધિઓ સ્થાને પણ જવાબદારી સંદર્ભમાં ચોક્કસ જોગવાઇ હોવી જોઇએ. જનપ્રતિનિધિનું પદ સન્માનપૂર્ણ હોવાથી આવી ગંભીર પ્રક્રિયા પૂરી ચોક્સાઇ સાથે જ થાય અને ગૌરવ ગરિમાને હાનિ ન પહોંચે તેની તકેદારી પણ તે સાથે જ જળવાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.