Business

યુદ્ધ કોઈપણ દેશના હિતમાં નથી

હાલમાં ઈરાન, ઈરાક અને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે ભૂતકાળનો યુદ્ધ નો ઇતિહાસ જાણતા ખબર પડે કે કોઈપણ યુદ્ધ દેશના હિતમાં નથી. યુદ્ધ ના કારણે અર્થતંત્ર પર મોટી અસર થાય છે. જેમ કે આવશ્યક ચીજ વસ્તુઓ મોંઘી થાય. માનવ ખુવારી મોટા પાયે થાય છે. તાજેતરના હુમલામાં દુનિયાની સૌથી મોટી તેલ રિફાઇનરી અને ગેસ પ્લાન્ટ ભોગ બન્યા, જેના કારણે અન્ય દેશોમાં પુરો પાડવામાં આવતા તેલના ભાવમાં વધારો જોવા મળશે. સોના ચાંદી ના ભાવમાં વધારો જોવા મળશે. યુદ્ધ ના કારણે જે વસ્તુઓ ખુવારીનો ભોગ બનશે તેને ફરી કાર્યરત થતા વરસોનાં વર્ષ પસાર થઇ જશે, મોઘવારી, બેકારી વધશે. બે દેશો વચ્ચે નુ યુદ્ધ હોઈ કે વિશ્વ યુદ્ધ હોઈ , કોઈના હિતમાં નથી, યુદ્ધ નો શાંતિ પુર્ણ ઉકેલ લાવવો જોઈએ. યુદ્ધ ના કારણે અર્થતંત્ર ને ફરી બેઠું થતા વષો ના વર્ષ પસાર થઈ જશે.
સુરત     – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top