આચાર્ય દેવો ભવ. આ એટલા માટે લખ્યુ કે વ્યક્તિ પર જો કોઇ નુ ૠણ હોય તો માતા પછી તરત આવે છે ગુરુ (શિક્ષક). શનિવાર ને 21 ફેબ્રુઆરી ના આ જ વિષય પરના ભાઇશ્રી મયંકભાઇ ના “પત્ર” અનુસંધાને લખવા માટે ન તો મારી પાસે કોઇ આંકડાકીય માહિતિ છે કે રુચિ. પરંતુ લખવાનું એટલા માટે કે મોટા મોટા માન સન્માન કરતા આવા બે શબ્દ વ્યક્તિને એક નવી પ્રેરણા આપતા હોય છે. તેમને એક સંતોષ થતો હોય છે કે મને જોનારૂ કોઇક તો છે. ડીઇઓ માનનીય શ્રી ભગીરથસિંહ સાથે પુસ્તક મેળા માં મળવાનુ થયુ ત્યારે ખબર નો’તી કે આ મેં મારા ઝોળા પુસ્તકાલય વિશે કહેવાનુ શરૂ કર્યુ.
ઓફીસ કરતા પણ, પરિવાર સાથે કોઈ હોય અને એમા પણ બાળકો પણ, આવા સમયે વ્યક્તિ ધારે તો પણ અન્યો સાથે વધારે વાત નથી કરી શકતી. પણ તેઓ એ વ્યવસ્થિત રીતે કહ્યુ કે અન્ય શાળામાં આવુ કરવુ હોય તો જણાવજો. ભાઇશ્રી મયંકભાઇ એ લખ્યુ છે તેમ, માનનિય ડીઇઓ સાહેબ તો બાહોશ, દીર્ઘદ્રષ્ટિવાળા અને મદદ માટે સદૈવ તત્પર રહેનાર હશે પરંતુ એ “ઝોળા પુસ્તકાલય” નુ “ભગીરथ” કાર્ય ત્યારે જ આગળ વધે, જ્યારે વાચક મિત્ર સ્વયં પોતે જ આગળ આવે. આપણી વીલીંગનેસ, (જો હોય તો), મા. ડીઇઓ સાહેબ લગી પહોંચાડવી અઘરુ કામ નથી. ધ્યાન માં રહે વિધ્યાદાન એ મહાદાન છે, ભલે પછી પ્રત્યક્ષ હોય કે પરોક્ષ. અસ્તુ.
સુરત – ચેતન સુશીલ જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે