સુરત શહેરના નાગરિકોની ઘણીવાર જવાબદાર તંત્ર સામે અપેક્ષા અને ફરિયાદો હોય છે. મહદઅંશે સાચી પણ હોય. પરંતુ ક્યારેય સુરતની પ્રજાને આત્મનિરિક્ષણ કર્યું ખરું કે સ્વચ્છતા ક્ષેત્રે અમે શું યોગદાન આપ્યું. આપણા શહેરના લગભગ બધા જ બ્રીજ પાનની પીચકારીથી રંગાઇ ગયેલા દૃશ્યમાન થાય છે. તંત્ર રંગનો કૂચડો ફરવ્યા કરે અને પ્રજા એના પર જ માવા-પાનની પીચકારી મારી એને દૂષિત કર્યા કરે. આ કેટલે અંશે યોગ્ય કહેવાય. સફાઇ કર્મચારી સફાઇ કર્યા કરે અને પ્રજા ગમે ત્યાં કચરો ઠાલવ્યા કરે. જાહેર શૌચાલયો હોવા છતાં અણસમજુ નાગરિકો દિવાલ પર ગંદકી ફેલાવે! કેટલું શરમજનક કૃત્ય કહેવાય. આપણી પ્રજા વિદેશ જતી હશે ત્યાં આવી ગંદકી કરી શકે ખરી?
તરત જ ત્યાં અણસમજુ નાગરિકો દિવાલ પર ગંદકી ફેલાવ! કેટલું શરમજનક કૃત્ય કહેવાય. આપણી પ્રજા વિદેશ જતી હશે ત્યાં આવી ગંદકી કરી શકે ખરી? તરત જ ત્યાં દંડનીય કાર્યવાહી થઇ શકે. ત્યાંની પ્રજા જ સ્વયંના દેશની સ્વચ્છતા માટે સતર્ક છે. સ્વયંભૂ સ્વચ્છતા રાખે છે. અહીં કોઇ કોઇને રોકનાર નથી. કદાચ પ્રજાએ માનસિકતાથી વિચારતી હશે કે કરવેરા ભરીને છીએ તો તંત્રની જવાબદારી છે. સ્વચ્છતા જાળવવાની પ્રજાની ફરજ જ નથી. ઘણા પ્રજાજનો વાહવ્યવહાર, સ્વચ્છતા, ગંદકી ફેલાવવી, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું શિસ્ત ન જાળવવું વિ. બાબતોમાં માહિર હોય છે. એક ઉત્તમ નાગરિક તરીકે શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન અર્પણ કરવું તમામ પ્રજજનોની ફરજ છે.
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે