National

બેંક કૌભાંડ કેસોમાં દેશના 11 શહેરોમાં સીબીઆઇના દરોડા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ગુરુવારે રૂ. 3700 કરોડથી વધુના કથિત બેંક છેતરપિંડીના કેસોમાં દેશભરમાં ૧૧ શહેરોમાં કુલ 100 સ્થળોએ તલાશી લીધી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યુ હતું કે, સીબીઆઇનું સર્ચ ઓપરેશન બેંકોની છેતરપિંડીની 30 એફઆઈઆર સંબંધિત 11 રાજ્યોમાં ફેલાયેલું હતું.આ સર્ચ ઓપરેશન ભારતની જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી મળેલી ફરિયાદો અંગે છેતરપિંડી કરનારાઓ માટેના ખાસ અભિયાનના ભાગ રૂપે છે.

સીબીઆઈના પ્રવક્તા આર. સી. જોશીએ જણાવ્યું હતું કે, આ અંગે ફરિયાદી બેંકોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, બેંક ઑફ બરોડા, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, આઈડીબીઆઈ, કેનરા બેંક, ઇન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા સામેલ છે.

સીબીઆઇનું સર્ચ ઓપરેશન સુરત, અમદાવાદ, રાજકોટ, કરનાલ, જયપુર, શ્રી ગંગાનગર, કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોઈડા, ગુડગાંવ, ચેન્નાઈ, તિરુવરુર, વેલોર, તિરુપુર, બેંગ્લોર, ગુંટુર, હૈદરાબાદ, બલારી, વડોદરા, કોલકાતા, પશ્ચિમ ગોદાવરી, મુંબઇ, ભોપાલ, નિમાડી અને તિરૂપતિ વિશાખાપટ્ટનમમાં ફેલાયેલુ હતું.

જોશીએ જણાવ્યું હતું કે, સીબીઆઈને વિવિધ બેંકો તરફથી છેતરપિંડી, ભંડોળનું ડાયવર્ઝન, લોન / ક્રેડિટ સુવિધાઓ પ્રાપ્ત કરતી વખતે જુદી જુદી ડિફોલ્ટ કંપનીઓ દ્વારા બનાવટી દસ્તાવેજો જમા કરાવવાનો આરોપ છે.

સીબીઆઈએ જણાવ્યું હતું કે, તેમને એવો આરોપ મળ્યા છે કે, આવી કંપનીઓ ડિફોલ્ટર્સ ફેરવી રહી છે. પરિણામે લોન નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બની છે અને જાહેર ક્ષેત્રની બેંકોને ભારે નુકસાન પહોંચ્યું છે.

જોશીએ જણાવ્યું હતું કે, આ અંગેની ચકાસણી બાદ સીબીઆઈ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને જાહેર નાણાં બચાવવા પ્રયત્નો કરવા માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top