સામાજિક પ્રાણી હોવાના નાતે પ્રત્યેક મનુષ્ય ઓછા વધતા અંશે ક્યાંક ને ક્યાંક.. કોઈ ને કોઈ બાબતે ઘર, પરિવાર, સમાજ, મિત્રવર્ગ તરફથી સાહજિક રીતે પ્રસંગોચિત વક્તવ્ય કે, સમ્માનની આપ-લે વેળા, મનોમન સામા પક્ષેથી બની શકે છે કે, ઉપેક્ષિત પણ થાય અને બની શકે કે અપેક્ષિત પણ થઈ જાય, આવા સામાજિક મેળાવડા કે સમૂહ વચ્ચે જનમેદની મધ્યે માણસજાતને જે જાત અનુભવ થાય એમાં એમની હાજરીની ઉપેક્ષા થાય કે પછી પોતે મનમાં રાખેલી વાતોને કે, પોતાની અપેક્ષા મુજબ વાદ-સંવાદના અંતે પરિણામ ધાર્યા કરતાં વિપરીત જાણવા કે સાંભળવા મળે ત્યારે નિ:શંક મનોમન દુઃખ અનુભવાય. આથી જ દરેક પુખ્ત માણસજાત એમના જીવનમાંથી, અનુભવોના ભાથામાંથી કાયમી ધોરણે ઉપેક્ષા અને અપેક્ષાને તિલાંજલિ આપશે તો બેશક નિજાનંદ ભોગવે. દરેક ધર્મ જાતિના જ્ઞાનપિપાસુનાં સત્રો અને પુસ્તકોના સારાંશ પણ..તું તારું કર્મ કર્યે જા..ફળની ઈચ્છા વગર.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.