ગુજરાતભરનાં એક માત્ર દૈનિક અખબાર સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી પાને પ્રકાશિત થઈ રહેલ નામી, અનામી, સિનિયર અને જુનિયર / નવોદિત ચર્ચાપત્રીઓના વિવિધ વૈચારિક વિષયોને સમાવિષ્ટ પ્રત્યેક ચર્ચાપત્રો વાચકોને રસ રુચિ મુજબ પ્રત્યેક ચર્ચાપત્ર એક ચોક્કસ આગવી વિચારધારાને જન્માવે છે.ખાસ કરીને જનજાગૃતિ – સત્તાવાળાઓની પોલખોલ કે, નિષ્ક્રિયતાને છતી કરવા સાથે જાહેર સમસ્યાઓ દૂર કરવાની નાગરિક ફરજોનું આકલન પણ આંખે ઊડીને વળગ્યા વિનાનાં નથી જ. કેટલાંય ચર્ચાપત્રો એવાં સાબિત થયાં હતાં..છે..અને ભવિષ્યમાં પણ છપાશે, જેમાં લોકહિતને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તો કેટલાંક સામાજિક કાર્યકરોને ,કોઈ પણ સંસ્થાઓમાં કે જ્ઞાતિ સમાજના મંડળમાં જે તે નિષ્ઠાવાન કાર્યકરે ભલે ને એકસો સારાં કામો કર્યાં હશે, પરંતુ એકાદ વખતની સમય સંજોગવશની ફરજચુક હોદ્દેદાર માટેની જાણે સ્પર્ધા કે આડકતરા જાહેર ઠપકાના ચર્ચાપત્રો પણ બંધબેસતી પાઘડી પહેરાવી જાય છે. સંસ્થાઓ જ મહાન હોય, કોઈ પણ એક વ્યક્તિ કે હોદ્દા મહાન નથી જ હોતો. સમય સંજોગ મુજબ પ્રત્યેક નાગરિક કે હોદ્દેદાર કે સભ્યની એકાદ અપવાદરૂપ ફરજને કારણે અને મનુષ્ય સામાજિક પ્રાણી હોવાના નાતે એના પણ કેટલાંક સામાજિક, શારીરિક, માનસિક અને આર્થિક કારણોસર એની ફરજચૂક થઈ જતી હોય પણ ખરી. પરંતુ કહેવાય છે એમ, અપેક્ષા અને ઉપેક્ષા સરવાળે પ્રગતિશીલ સંસ્થાઓમાં કે સામાજિક સંસ્થાઓમાં સમયાંતર જે તે સંસ્થાઓ આયોજિત જાહેર કાર્યક્રમોમાં પ્રેક્ષકોની પાંખી હાજરીવશ સંસ્થાઓને એની પ્રગતિશીલતાને મંદતા તરફ ધકેલાઈ જાય એવી સંભાવના ખરી.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.