Business

એક નાનકડા ગામથી નગરપાલિકા સુધીની વિકાસયાત્રા તરફ દોડતું પલસાણા તાલુકાનું :ચલથાણ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં કડોદરાને અડીને આવેલું ચલથાણ ગામ આજે વિકાસનું પર્યાય બની ગયું છે. એક સમયનું આ નાનકડું ગામ, જ્યાં માત્ર 700 લોકોની વસતી અને ગણ્યાગાંઠ્યા 8 ફળિયાં હતાં, તે આજે એક ધમધમતા શહેરી વિસ્તારમાં ફેરવાઈ ગયું છે. ચલથાણ ગામને ઉત્તરે કડોદરા, દક્ષિણે કરણ, પૂર્વે તાતીથૈયા અને પશ્ચિમે કરાળા તેમજ વાંકાનેડા ગામની સીમાડો અડે છે. ગામ ભૌગોલિક રીતે 336 હેક્ટર 47 આરે 59 ચો.મી.માં ફેલાયેલું છે. ચલથાણના આ પરિવર્તનનું મુખ્ય કેન્દ્રબિંદુ અહીં સ્થપાયેલી સુગર ફેક્ટરી રહી છે. ખાંડ ઉદ્યોગના આગમન સાથે જ ગામની દશા અને દિશા બંને બદલાઈ ગઈ. સુરત જિલ્લાનું ચલથાણ ગામ આજે માત્ર એક રહેણાક વિસ્તાર નથી, પરંતુ દક્ષિણ ગુજરાતનું એક મહત્ત્વનું આર્થિક કેન્દ્ર બની ગયું છે. આ વિકાસના પાયામાં તેની ભૌગોલિક સ્થિતિ અને રેલવે નેટવર્કનો મોટો ફાળો રહ્યો છે. ઉધના-ભૂસવાલ રેલવે ટ્રેક પર આવેલું ચલથાણ રેલવે સ્ટેશન અહીંના વિકાસ માટે ‘લાઈફલાઈન’ સાબિત થયું છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે અહીં રોજગારીની વિપુલ તકો સર્જાઈ, જેને પરિણામે મોટા પાયે પરપ્રાંતિયોનું આગમન થયું. આજે ચલથાણની વસતી વધીને સરકારી આંકડે 27 હજારને આંબી ગઈ છે. પણ જો આજે વસતી ગણતરી થાય તો એક લાખથી પણ વધુ જોવા મળે એમ છે. ચલથાણમાં અગાઉ માત્ર શેરડીની હરિયાળી ખેતી જોવા મળતી હતી, ત્યાં આજે આધુનિક સોસાયટીઓ અને વસાહતોનું જાળું પથરાઈ ગયું છે. વધતા જતા શહેરીકરણને કારણે ખેતીલાયક જમીનો હવે નહીંવત રહી છે. વિકાસની આ ગતિને ધ્યાને રાખીને જ તાજેતરમાં ચલથાણનો સમાવેશ કડોદરા નગરપાલિકામાં કરવામાં આવ્યો છે. આમ, ગ્રામ પંચાયતથી શરૂ થયેલી ચલથાણની આ સફર આજે નગરપાલિકાના એક મહત્ત્વના હિસ્સા તરીકે ગૌરવવંત બની છે.

વિકાસની પાછળ છુપાયેલું પ્રદૂષણનું જોખમ

ચલથાણનો ઔદ્યોગિક વિકાસ જેટલો પ્રશંસનીય છે, તેની બીજી બાજુ એટલી જ ચિંતાજનક છે. ઉદ્યોગોના ધમધમાટ વચ્ચે આજે અહીંના રહીશો પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. બેફામ પ્રદૂષણને કારણે ભૂગર્ભ જળનાં સ્તર બગડ્યાં છે અને અનેક વિસ્તારોમાં લાલ રંગનું દૂષિત પાણી આવી રહ્યું છે, જે સીધો માનવ સ્વાસ્થ્ય પર હુમલો છે. ચલથાણ ગામથી પસાર થતી ખાડીમાં હંમેશાં કેમિકલયુક્ત પાણી વહેતું રહે છે. આ અંગે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વારંવાર ફરિયાદ પછી પણ પરિણામ શૂન્ય રહ્યું છે. અહીં માત્ર જળ જ નહીં, પરંતુ વાયુ પ્રદૂષણ પણ ઝેરી બની રહ્યું છે, જે શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓને આમંત્રણ આપી રહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) આ ગંભીર સ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. જો વહેલી તકે કડક પગલાં લેવામાં નહીં આવે, તો વિકાસની આ દોડ ચલથાણના જનજીવન માટે મોટું જોખમ બની રહેશે.

ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો
ચલથાણની ઓળખ અહીંની સહકારી સુગર ફેક્ટરીથી તો છે જ, પરંતુ સમય જતાં અહીં સુમુલ ડેરીનો દાણ પ્લાન્ટ અને અન્ય અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થપાયાં છે. આ ઉદ્યોગોને કારણે સ્થાનિક સ્તરે રોજગારીનું મોટા પાયે સર્જન થયું છે. ખાસ કરીને રેલવેની કનેક્ટિવિટીને કારણે માલ-સામાનની હેરફેર સરળ બની, જેણે ઉદ્યોગોને વેગ આપ્યો હતો. કડોદરા અને આજુબાજુનાં ગામોના જીઆઇડીસીના વિકાસને કારણે વિસ્તારમાં અનેક કેમિકલ મિલ તેમજ કપડાં મિલો આવેલી છે. જેને કારણે રોજગારી સરળતાથી મળી રહે છે.

Most Popular

To Top