Charchapatra

પોતીકી જાત ઊપર સંશોધન!

પીએચડી ગધેડે ગવાય છે!ખેર,”કોઈ બીજાના વ્યક્તિત્વ પર ‘PHD’   (પીએચડી) કરતા, પોતાની જિંદગી પર ‘RESEARCH’ (રીસર્ચ )કરીએ તો પરિણામ ધાર્યા કરતાં વધુ સારું આવે”!બીજાના વ્યક્તિત્વનો અભ્યાસ કરવાને બદલે પોતાના જીવનમાં સુધારો કરવા માટે પ્રયાસ કરવો જોઈએ, તેથી વધુ સારા પરિણામ મળે! ઘણી વખત બીજાના વ્યક્તિત્વનો અભ્યાસ કરવામાં સમય વિતાવીએ, કિન્તુ પોતાના જીવનમાં સુધારો કરવા માટે કેટલો સમય આપીએ છીએ?!

પોતીકા જીવનમાં સુધારો કરવા માટે પ્રયાસ કરવાથી વધુ સારા પરિણામ મળે અને જીવન વધુ સારું બને!એ વાસ્તે પણ બીજાની ભૂલો ઊપર જડજ બનનારા, પોતીકી ભૂલો પર કહેવાતા વિદ્વાન વકીલ થઇ જાય છે! સબબ, અન્ય બીજાની ભૂલો શોધીને કથિત ઇન્સાફી કાઝી થનારા વાંકદેખા મુન્સફ પોતાની ભૂલો ઊપર બીજાની ભૂલો જોઈ ટીકા કરનારા જડજ પોતાની ભૂલો વિશેની વાત છેડાય  ત્યારે છુપાવવાનો પ્રયાસ કરી, બહાનાં બતાવે!એ માનવીયવૃત્તિ  અને એક જન્મદત્ત સ્વભાવ છે, આમ, બીજાની ભૂલો પર જજ બનનારા  પોતાની ભૂલો ઊપર કથિત વકીલ બની જાય છે!
સુરત     – સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top