Business

વાણીમાં મર્યાદા જાળવો!

કહેવાય છે કે જેવું વાવો તેવું લણો, પણ વાણી એક આભુષણ સમાન છે. દરેક વ્યક્તિ જેમ પોતાના પૈસાનો વ્યવહાર સમજી-વિચારીને કરે છે. તેવી જ રીતે જો દરેક વ્યક્તિ પોતાની વાણીમાં મર્યાદા રાખે, અબશબ્દોને અવગણે તો આ સમાજ ખુશનુમા બની જાય. આમ તો સુરત કે સુરતની આસપાસના ગામોમાં અબશબ્દો બોલવા તે સાવ સામાન્ય વાત છે. પણ એ હવે વિચારવું જોઇએ કે વાણીમાં મર્યાદા લાવવી જરૂરી છે. આપણા સમાજમાં રહેતા ઘણા સારા અને સભ્ય પરિવારોને તકલિફ પડતી હોય છે અને ખાસ તો વાણીમાં મર્યાદા આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે તે સમજવું રહ્યું!   
સુરત     – પ્રજાપતિ દક્ષ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પરીક્ષા
હવે વાતાવરણ સાવ બદલાઈ ગયું. જેમણે ફરી-ચરી જ ખાધું છે સમગ્ર વર્ષ દરમિયાન તેમના હૃદયના ધબકારા વધી જાય. ગાઈડ LBH, IMP, LBH ચોરી કરવાના નુસ્ખામાં જ સમય બગડે. અલબત્ત આ અવસ્થા સૌરવિહારી પરંતુ ભવિષ્ય માટે એક ચિત્તે વાયદા, મહેનત જરૂરી. જ્યારે દ્વિભાષી રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત ભેગા હતા. પુના મેઈન પરીક્ષા સેંટર છતાં પેપર આટલા મોટા વિસ્તારમાં ફરતા નહિ. ગુ.મિ.માં સમાચાર વાંચ્યા કે જે સેંટર પર આ પેપર ફૂટવાનો કિસ્સો પડકારો તેના જવાબદાર વ્યક્તિને જેલ થશે. સાચી વાત છે. જેમણે હજી તો આખું વર્ષ બાકી છે. લેસન થશે એવી વિચારસરણી અપનાવીને અકળાયા. નિયમિત વિદ્યાર્થી દરિયો તરી જશે. પછીની જિંદગી તમારા હાથમાં જ છે. તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા.
સુરત     – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top