Gujarat

આપના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા

ગાંધીનગર : વિધાનસભામાં રજૂ થયેલા રાજ્ય બજેટ બાદ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અને ગામડાઓ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતાં તેઓ ટ્રેક્ટર પર સવાર થઈ વિધાનસભા પહોંચ્યા હતા. જોકે, વિધાનસભાના સુરક્ષાકર્મી પોલીસ દ્વારા તેમને ગેટ પર જ ટ્રેક્ટર સાથે અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પગપાળા વિધાનસભા સુધી પહોંચ્યા હતા

ધારસભ્ય હેમંત ખવાએ હું ખેડૂત પુત્ર છું, આતંકવાદી નથી અને આ ટ્રેક્ટર છે, ટેન્ક નથી, એમ કહી તેમણે સરકારને ખેડૂતોને ન્યાય આપવા માંગ કરી હતી. શહેરોને રૂ. 33,000 કરોડ અને ગામડાઓને ફક્ત રૂ. 14,000 કરોડ ફાળવી અસમાનતા સર્જાઈ છે. 52% વસ્તી ગામડાઓમાં વસે છે છતાં ઓછી ફાળવણી કરવામાં આવી છે.

ખેડૂતો માટે વિશેષ પેકેજ ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ચેકડેમ માટે રૂ. 896 કરોડ સામે અમદાવાદ-સુરત મેટ્રો માટે રૂ. 2200 કરોડ ફાળવાયા હોવાનું કહી બજેટને “શહેર કેન્દ્રિત” ગણાવ્યું હતું.

Most Popular

To Top