સુરત: (Surat) સુરત જિલ્લામાં (District) કોરોના કેસોની સંખ્યામાં સતત ઉછાળો આવ્યો છે. સુરત ગ્રામ્ય કોરોનાનો ગ્રાફ સતત ઉપર આવી રહ્યો છે. તેમ છતાં જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી કોઇ નક્કર પગલાં નહીં ભરાતાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થયો હતો. ગઇકાલે કોરોના કેસ 105 હતા પરંતુ વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસ (Corona Case) ઘટીને માત્ર 54 થઇ જતાં લોકોમાં પણ અચરજ ફેલાઇ જવા પામ્યું છે.
કેમકે સરેઆમ કોવિડ ગાઇડલાઇનનો ભંગ થઇ રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ રફતાર પકડી છે. ચોવીસ કલાકમાં તાલુકા વાર પોઝિટિવ કેસ જોઇએ તો ચોર્યાસી તાલુકામાં 12, ઓલપાડમાં 3, કામરેજમાં 15, પલસાણામાં 13, બારડોલીમાં 8, મહુવામાં 1 અને માંગરોળમાં 2 કેસ નોંધાયા છે.
સુરત રેલવે સ્ટેશને મુસાફરોના ટોળા ભેગા કરી ટેસ્ટીંગ
શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બહારગામથી ટ્રેન મારફતે સુરત પરત ફરી રહેલા મુસાફરો સુપર સ્પ્રેડર્સ બની રહ્યા છે. મુસાફરો આવતાની સાથે પોલીસ, રેલવે અને સુરત મહાનગર પાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ વિના મુસાફરોના ટોળા ભેગા કરી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સંક્રમણ વધવાની પૂરી સંભાવના છે.
સુરત મનપા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં છેલ્લા બે દિવસથી પાંચસોથી વધુ કેસ આવી રહ્યાં છે. સુરત રેલવે સ્ટેશન (Railway Station) પર અત્યાર સુધી યુપી-બિહાર તેમજ અન્ય જિલ્લામાંથી આવતાં મુસાફરોનું ચેકીંગ કરવામાં આવતું ન હતું. જો કે મુસાફરોના ચેકીંગ માટે કોઈ કોઈ તકેદારી રાખવામાં આવતી ન હોવાના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં તંત્ર અચાનક જાગી ગયું છે. જોકે, મુસાફરોના ચેકીંગમાં પાલિકા તંત્ર હજુ પણ વેઠ ઉતારી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના કોવિડ-19ના ટેસ્ટ માટે મનપા તંત્ર કામગીરી કરે છે. તેઓ દ્વારા થતી કામગીરી દરમિયાન મુસાફરો આવે ત્યારે તેઓને સોશિયલ ડિસ્ટન્સના મહત્વના નિયમનું પાલન કરવામાં આવતું નથી. સ્ટેશન પર આવતા મુસાફરો કોવિડના નિયમોનું ઉલંધન કરી ટોળે વળી રહ્યા છે. કોવિડનું સંક્રમણ વધવાનું આ પણ એક મહત્વનું કારણ છે.
સુરત : શહેરમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી 400ની ઉપર પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે સોમવારે શહેરમાં નવા 429 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 45,182 પર પહોંચ્યો છે. તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુ આંક 862 પર પહોંચ્યો છે. તેમજ વધુ 297 દર્દી સાજા થવાની સાથે અત્યાર સુધી કુલ 42,544 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ 94.16 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં કુલ કેસના સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. અઠવા ઝોનમાં એક જ દિવસમાં 113 કેસ નોંધાતાં તંત્રએ આ ઝોનને રેડ એલર્ટ પર રાખ્યું છે.
ઝોન કેસ
- અઠવા 113
- રાંદેર 75
- લિંબાયત 64
- ઉધના 57
- વરાછા-એ 34
- સેન્ટ્રલ 32
- કતારગામ 28
- વરાછા-બી 26