શહેરમાં કોરોનાં પોઝિટિવના કુલ દર્દીઓની સંખ્યા 26,056
વડોદરા : વડોદરામાં કોરોનાં વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે.રવિવારે વધુ 112 કોરોનાં પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા .અત્યાર સુધીમાં કુલ આંક 26,056 પર પહોંચ્યો છે.ત્યારે રવિવારે વોર્ડ નં 15ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પૂનમબેન શાહ તેમના પતિ અને પુત્રીનો કોરોનાં સંક્રમિત થયા હતા. કાઉન્સિલર અને તેમના પતિએ તાજેતરમાં જ કોરોનાં રસી મુકાવી હતી.હાલ કાઉન્સિલર અને તેમના પતિ હોસ્પિટલમાં દાખલ થયા છે. અત્યાર સુધીમાં 7 મહિલા કાઉન્સિલર કોરોનાં સંક્રમિત થયા છે.
કોરોનાં પોઝિટિવના આજે વધુ 112 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 26,056 ઉપર પહોંચ્યો છે.જ્યારે રવિવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એક પણ મરણ નહીં નોંધાતા મોંતની સંખ્યા 245 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 3,790 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાં 112 પોઝિટિવ અને 3,678 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 657 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 489 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 168 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 115 અને 53 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 2,212 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાંથી 109 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 25,154 ઉપર પહોંચી હતી.
બીજા દિવસે પણ લારી પથારા દૂર કરતાં વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો
શહેરમાં વધી રહેલા કોરોનાને લઈ હરકતમાં આવેલ પાલિકાની ટીમે રવિવારે પણ મંગળ બજારમાં લારી ગલ્લા દૂર કરી વેપારીઓને સોશીયલ ડિસ્ટન્સ સચવાય તેની સૂચના આપી હતી.
જેની સામે વેપારીઓએ તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા મહાનગર પાલિકાની એન્ફોર્સમેન્ટ ટીમે રવિવારે મંગળબજારમાં રહેલ લારી ગલ્લા પથારા બંધ કરાવ્યા હતા. મંગળ બજારમાં ખરીદી માટે જામતી ભીડને કારણે સંક્રમણ વકરે નહીં તે માટે રવિવારે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ વોર્ડ નં 1ની ટીમે પોલીસને સાથે રાખી લારી-ગલ્લા અને પથારા હટાવવાની કામગીરી કરી હતી.