Vadodara

અલકાપુરીમાં છત પર ચાલતી દારૂ પાર્ટી પર પોલીસની રેડ

અકોટા પોલીસને જોઈને નશો ઉતરી ગયો, ૮ નબીરા ઝડપાયા
દારૂની બોટલ, ચાખનાનો સામાન અને ગ્લાસ કબ્જે

વડોદરા | તા. ૩૧
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના ધાબા પર ચાલી રહેલી દારૂની પાર્ટી પર અકોટા પોલીસે અચાનક રેડ કરી હતી. પોલીસ પહોંચતા જ નશો કરનાર નબીરાઓનો દારૂનો નશો પણ ઉતરી ગયો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી કુલ ૮ નબીરાઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ દારૂની બોટલ, ચાખનાનો સામાન અને દારૂ ભરેલા પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અકોટા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાત્રે ૧૧.૫૧ વાગ્યે કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે અલકાપુરી વિસ્તારના વિશ્વાસ કોલોની ખાતે આવેલા ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સના ધાબા પર કેટલાક શખ્સો ભેગા થઈ દારૂ પાર્ટી કરી રહ્યા છે. આ માહિતીના આધારે અકોટા પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી.
પોલીસ ધાબા પર પહોંચતા ત્યાં આઠ શખ્સો ગોળ કુંડાળુ વળી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામને કસ્ટડીમાં લઈ દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા આઠ પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કર્યા છે. આ મામલે અકોટા પોલીસ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા નબીરાઓના નામ
ભાવીક પ્રીતેશભાઈ ઉપાધ્યાય – દીવાળીપુરા, વડોદરા
મનોજ વાસુદેવ સાધુ – રાણીપ, અમદાવાદ
હરી વસંતભાઈ બારોટ – ભાયલી રોડ, વડોદરા
યામીન સલીમભાઈ શેખ – તાંદળજા, વડોદરા
અર્પીત રાજેશભાઈ ચીત્રે – તરસાલી, વડોદરા
અભિલાપ ઓમનારાયણ દિવેદી – વડસર, વડોદરા
આસીશ વિજયભાઈ ભોસલે – આજવા રોડ, વડોદરા
ચિરાગ સુજાનર્સિંગ રાઠવા – વાઘોડીયા, જી. વડોદરા

Most Popular

To Top