Dahod

દાહોદમાં ધોળાદિવસે ચીલઝડપ, શેરડીનો રસ નિવૃત્ત કર્મચારીને મોંઘો પડ્યો

દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા પાસે 2.75 લાખની લૂંટ, CCTVમાં કેદ

દાહોદ: દાહોદ શહેરના ટ્રાફિકથી ધમઘમતો સ્ટેશન રોડ ચાર થાંભલા વિસ્તારમાં દિનદહાડે ચીલઝડપની ગંભીર ઘટના સામે આવી છે. ભરબપોરે ડોડ વાગ્યા ના સમયે બનેલી આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આશ્રમશાળાના નિવૃત્ત ક્લાર્ક અને હાલ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વાઘજીભાઈ અભેસિંગભાઈ પરમાર કે જેવો નિવૃત કર્મચારી બેંક માંથી પૈસા ઉપાડી અને એ ટી એમમાંથી પણ દસ હજાર રૂપિયા ઉપાડી જતા હતા ત્યાં રસ્તા માં શેરડી રસ ઘર ઉપર તેમના મિત્ર ઊભા હતા. જેવો એ શેરડી નો રસ પીવા ઊભા રહ્યા હતા તે સમયે શેરડીનો રસ પીવામાં વ્યસ્ત હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ગઠિયાઓએ તક જોઈ તેમની બાઈકની ડિક્કીમાં રાખેલી રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો.

વાઘજીભાઈ અભેસિંગ ભાઈ પરમારે કે જેવો પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળીના ચેક થી બેંક ઓફ બરોડામાંથી ચેક મારફતે રૂ. 2.65 લાખ ઉપાડ્યા હતા તેમજ SBI ATMમાંથી પણ દસ હજાર રૂપિયા ઉપાડી હતી આમ કુલ મળીને રૂ. 2.75 લાખની રકમ સ્કૂટર ની ડિક્કીમાં રાખવામાં આવી હતી, જેને લઈ ગઠિયાઓ પળભરમાં ફરાર થઈ ગયા હતા

સમગ્ર ઘટનાની સ્થળ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ દોડતી થઈ અને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય અને ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ચીલઝડપની ઘટનાએ દાહોદ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top