ગાંધીનગર: ઉત્તરીય પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મધ્ય ભારતમાંથી પસાર થઈને છેક મહારાષ્ટ્ર સુધી આવી ગઈ છે, જેમાં પૂર્વીય ગુજરાતનો છેક દાહોદથી નીચે વલસાડ સુધીનો ભાગ કવર થઈ જાય છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી નીચે ગગડી જવાની વકી છે. આજે કચ્છમાં કાતિલ ઠંડીની અસર વચ્ચે નલિયામાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્રમાં રાત્રીના તાપમાનનો પારો સામાન્ય કરતાં નીચો ઉતરી ગયો હતો.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કયું હતું કે આજે ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 9 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમા 14 ડિ.સે., પોરબંદરમાં 12 ડિ.સે., મહુવામાં 16 ડિ.સે., કેશોદમાં 12 ડિ.સે., અમદાવાદમાં 17 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 19 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે. અને દમણમાં 17 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું હતું.