ફિલ્મ ખુદાગવાહમાં અમિતાભ બચ્ચન દ્વારા બોલેલો આ ડાયલોગ માત્ર નથી, બલ્કી કરોડો હિન્દુસ્તાની મુસ્લિમોની સાચા દિલની પુકાર છે. આરએસએસનું હિન્દી મુખપત્ર પાંચજન્ય અને એનું અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝર વિધર્મિઓ સામે લખતા રહે છે ત્યારે મુસ્લિમોના રાષ્ટ્રપ્રેમનો દાખલો આપવા જરૂરી બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ખુદાદાદ ખાનને એમની અપ્રતિમ બહાદુરી બદલ અંગ્રેજ સરકાર તરફની વિકટોરિયા ક્રોસનું સમ્માન મળ્યું હતું.
આઝાદીની લડતમાં અશફાકકુલ્લાહ ખાનને યોગદાન બેનમૂન હતો. અંતિમ મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફર પણ આઝાદીની સંગ્રામમાં સામેલ હતા. બર્મા, રંગૂન શહેરના માન્ડાલે જેલમાંથી પોતાની હૃદયપર્શી વેદના વ્યક્ત કરી હતી. ‘કિતના હૈ બદનસીબ ઝફરે દફન કે લિએ, દો માર ઝમી ભી ન મિલિ કુએ પાર મેં. પાકિસ્તાન સાથેના …અબ્દલુ હમીદે ચતુરાઈપૂર્વક પેટન ટૈંકને ધ્વસ્ત કરવામાં મદદ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે અનેક મિસાઈલોના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી જેથી તેઓ મિસાઇલ મેન તરીકે ઓળખાયા. ભારતના પ્રથમ શિક્ષાપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. જાણીતાવિદ ડૉ. લલીમ અલીફ કેવી રીતે ભૂલી શકાય. પવિત્ર પુસ્તક કુરાન શરીફમાં લખ્યું છે. મુસ્લિમોએ પોતાના માદરે વતન માટે સર્વસ્વ બલિદાન કરી દેવું જોઇએ અને માતૃભૂમિ ખાતર ફના થવામાં પણ પળવારનો વિલંબ ન કરવો જોઈએ.
પખાલીવાડ, સુરત- ઇસ્માઈલખાન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.