SURAT

પહેલાં દૂધમાં ઝેર આપ્યું પછી છાતી પર બેસી ગળું દબાવ્યુંઃ સુરતમાં પત્નીએ પતિની હત્યા કરી

શહેરમાં ચોંકાવનારી હત્યાના બનાવની ઘટના સામે આવી છે. અસહ્ય શારીરિક યાતનાઓ આપનારા પતિથી છુટકારો મેળવવા માટે પત્નીએ ખોફનાક પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ પત્નીએ પતિને હદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા ભોળવીને પીવડાવી દીધી હતી. એટલું જ નહી ઝેરની અસર થયા બાદ પત્નીએ પતિની છાતી ઉપર બેસીને તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

એક પત્ની દ્વારા ઠંડે કલેજે કરાયેલ પતિની હત્યાનો સમગ્ર ભાંડો ત્યારે ફૂટયો હતો જ્યારે તેના શબની દફનવિધિ માટે મૃતકના ભાઈ અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. દિયર અને ભાભી વચ્ચે થયેલી જીભાજોડી દરમિયાન મૃતકના ભાઈને શંકા જતા તેણે તે અંગે લીંબાયત પોલીસને ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ મૃતદેહનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા તેની હત્યા થઈ હોવાનું ચોકાવનારો ખુલાસો થયો થયો હતો.

હત્યાનાં આ બનાવથી સમગ્ર લીંબાયત વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે હત્યારી પત્નીની ધરપકડ પણ કરી લીધી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા નવાનગર ખાતે રહેતી પત્રી ઈશરતજહાંએ ગત 1લીએ પતિ હૈદરઅલી બરકતઅલી ઠકુરાઈ (ઉ.વ.30 ) ને જાનથી મારી નાખવાના ઈરાદે પહેલા હદરવાળું દૂધ પીવડાવી દીધું જેને પગલે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને હતી ત્યાર બાદ તેની છાતી ઉપર બેસી ગળું દબાવીને પતિની હત્યા કરી નાખી હતી.

હત્યાના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે હત્યારણ પત્ની ઈશરતજહાં વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મરણજનાર હૈદરઅલી કામ ધંધા અર્થે મુંબઈમાં રહેતો હતો, જયારે તેની પત્ની ઈશરતજહાં બાળકોને લઈને સુરતમાં રહેતી હતી. જોકે પતિ દર મહીને સુરત આવતો હતો. દરમિયાન આ વખતે પણ તે સુરત આવેલો હતો અને 1 લી તારીખે પત્નીએ પ્લાન મુજબ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પતિ હૈદરઅલીની પત્ની ઈશરત જહાંને શારીરિરક અને માનસિક રીતે અસહ્ય યાતનાઓ આપતો હતો તેમજ પત્ની તેની સાથે રહેવા નહી માંગતી હતી જેનાથી કટાળીને પત્નીએ પતિથી છૂટકારો મેળવવા માટે આ ખતરનાક પ્લાન બનાવ્યો હતો અને તેને અંજામ પણ આપ્યો હતો. પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top