હું પ્રણવ અમીન-કિરણ મોરે અને રિવાઈવલ ગ્રુપ સાથેજ છું : અજિત લેલે
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રોયલ જૂથે રિવાઇવલ સાથે છેડો ફાડ્યા બાદ સત્યમેવ જયતે જૂથ સાથે ગઠબંધન કર્યાના બીજા જ દિવસે મરાઠી આગેવાન આગેવાને વિદેશમાં બેઠા બેઠા ધડાકો કરી બીસીએના રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. એક વિડીયો મારફતે અજીત લેલે એ પ્રણવ અમીન, કિરણ મોરે સાથે છું કહી રિવાઈવલ ગ્રુપને ટેકો જાહેર કર્યો હતો.
બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય સમયે કારણો ઝડપથી બદલાઈ રહ્યા છે લાંબા સમયથી બીસીએમાં એક હથ્થુ સાશન હતું. જે શાસન યથાવત રાખવાના પ્રયાસોમાં જૂથ હવે ચોક્કસ સમાજના મતોના આધાર પર પોતાની રાજકીય વ્યૂહરચના ઘડી લીધી છે. આ વખતે રિવાઇવલ જૂથ તરફથી પ્રમુખ પદે કિરણ મોરેને મેદાનમાં ઉતર્યા છે. તો બીજી તરફ રિવાઇવલ જૂથ સાથે વર્ષો સુધી રહેલું રોયલ ગ્રુપ હવે કેટલાક વહીવટી કારણોસર છેડો ફાડતા સત્યમેવ જયતે અને રોયલ ગ્રુપે ગઠબંધન કરી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે તેના બીજા જ દિવસે શુક્રવારે બીસીએના મરાઠી આગેવાન અજિત લેલે એ વિડિઓ મેસેજ મોકલી બીસીએના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અજિત લેલેએ વિડિઓ મેસેજમાં જણાવ્યું છે કે, મારા અંગત કારણોસર હું વડોદરાની બહાર છું પણ બીસીએના ઇલેક્શન પહેલા એટલે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં હું પાછો આવું છું. અને જ્યાં સુધી બીસીએના ઈલેક્શનનો સવાલ છે, ત્યાં સુધી સંપૂર્ણપણે હું પ્રણવ અમીન, કિરણ મોરે અને રિવાઈવલ ગ્રુપ સાથેજ છું. ત્યારે, હવે આ સંદેશથી બીસીએની આગામી ચૂંટણી રસાકસી ભરી રહેશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.