જિલ્લા એલસીબીની કાર્યવાહી : બે પિસ્તોલ, એક બાર બોર ગન અને 56 કાર્ટિસ સાથે બે ઈસમો પકડાયા
સાવલી: સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા વેમાલી ગામની સીમમાં સ્થિત હોટલ રોયલ પેલેસમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે હથિયારોનો જથ્થો ઝડપ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂમમાંથી બે પિસ્તોલ, એક બાર બોર ગન, 56 કાર્ટિસ અને બે લાયસન્સ મળી કુલ રૂ. 7,66,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો મુજબ વેમાલી ગામની સીમમાં આવેલી હોટલ રોયલ પેલેસના ચોથા માળે આવેલા રૂમ નંબર 412માં જિલ્લા એલસીબીની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા, જેમાંથી બે ઈસમો પાસેથી હથિયારો મળી આવ્યા હતા.
કોણ કોણ પકડાયા?
પોલીસ તપાસમાં
અમિતકુમાર શ્રીકાંતકુમાર હિજારિયા (રહે. લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી
એક પિસ્તોલ (રૂ. 3,00,000)
એક બાર બોર ગન (રૂ. 1,50,000)
પિસ્તોલના 17 જીવતા કાર્ટિસ (રૂ. 6,800)
બાર બોરના 22 જીવતા કાર્ટિસ (રૂ. 3,300)
રવિ બિરેન શર્મા (રહે. મોહનપુરા, લહાર તાલુકો, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી
એક પિસ્તોલ (રૂ. 3,00,000)
પિસ્તોલના 17 જીવતા કાર્ટિસ (રૂ. 6,800)
પિસ્તોલના ખાલી કાર્ટિસ નંગ 4
બે હથિયારના લાયસન્સ
મળી કુલ રૂ. 7,66,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જાણવાજોગ ફરિયાદ, ઝીણવટભરી તપાસ શરૂ
આ સમગ્ર મામલે જિલ્લા એલસીબીની ટીમે બંને ઈસમો સામે મંજુસર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી છે. બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ ઈસમો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપવા માટે હોટલમાં રોકાયા હતા કે અન્ય કોઈ હેતુસર અહીં આવ્યા હતા. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોના માટે હતા તે મુદ્દે પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટર: વિમલ પટેલ