નાના બ્લોકહોલનું મસમોટા બ્લેકહોલમાં પરિવર્તનનું રહસ્ય ઉકેલતું રિસર્ચ પેપર નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું


ભરૂચ,તા.22
યુવા સંશોધક અને આયર્લેન્ડની મેનૂથ યુનિવર્સિટીમાં ભરૂચના ડોક્ટરેટ સંશોધક દક્ષલ મહેતાએ નાના બ્લોકહોલનું મસમોટા બ્લેકહોલમાં પરિવર્તનનું રહસ્ય ઉકેલતું સંશોધન કર્યું છે. તેમનું આ રિસર્ચ પેપર નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું છે. એક ગુજરાતી અને ભરૂચના દક્ષલ મહેતાએ બ્રહ્માંડની રચના સમયે પેદા થયેલા તારાઓ અને મહાકાય બ્લેકહોલ વચ્ચેની ખૂટતી કડી શોધીને બ્લેકહોલના સંશોધનમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
બ્લેકહોલ કઈ રીતે મોટા બન્યા હશે, કઈ રીતે મહાકાય બન્યા હશે અને વધુ ઝડપથી તેમનામાં આ ફેરફાર કઈ રીતે આવ્યા હશે એ અંગેનું રહસ્ય ભરૂચના યુવાન અને આયર્લેન્ડની મેનૂથ યુનિવર્સિટીના ડોક્ટરેટ સંશોધક દક્ષલ મહેતાએ ઉકેલ્યું છે.મેનૂથ યુનિવર્સિટીના ડો. જ્હોન રેગન અને ડો.લેવિસ પ્રોલના માર્ગદર્શન હેઠળ કરેલા સંશોધન મુજબ બ્રહ્માંડની રચના થઈ ત્યારે શરૂઆતની અંધાધૂંધ પરિસ્થિતિમાં શરૂઆતમાં નાના બ્લોકહોલ બન્યા હશે.બ્લોકહોલનું ગુરૂત્વાકર્ષણ બળ એવું શક્તિશાળી હોય છે કે તેમાંથી પ્રકાશ પણ છટકી શકતો નથી અને એ જ કારણે આસપાસના તારા કે બીજા પદાર્થને ગળી જતો હોય છે. એ પદાર્થ તેના તરફ ખેંચાતો હોય એ જોઈને જ તેની હાજરી પકડાતી હોય છે.
બ્લેકહોલ નાનામાંથી મોટા કઈ રીતે થયા એ રહસ્ય અકબંધ રહ્યું હતું. હવે દક્ષલ મહેતાએ કરેલા સંશોધન મુજબ બ્લેકહોલ પણ નાના હોય છે.ટૂંકમાં જેમ પાતળો માણસ ખાઉધરો બની જઈને જાડો થઈ જાય એવું જ બ્લેકહોલમાં પણ જોવા મળે છે.
મુખ્ય સંશોધક દક્ષલ મહેતા મત વ્યક્ત કરે છે કે,અત્યાધુનિક કમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ સંશોધનમાં જણાયું હતું કે, બિગબેંગ પછીના કેટલાક કરોડ વર્ષ બાદ જન્મેલા બ્લોકહોલ આપણા સૂર્ય કરતા હજારો ગણા કદમાં વિકસ્યા હતા. મેનૂથના પોસ્ટડોક્ટરલ ફેલો અને સંશોધન ટીમના સભ્ય ડૉ. લુઈસ પ્રોલે કહે છે કે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાનો અભ્યાસ કરતા જણાયું છે કે પ્રારંભિક બ્રહ્માંડમાં જન્મેલા બ્લેક હોલ, આટલા ઝડપથી આટલા સુપર-માસિવ કદ સુધી કેવી રીતે પહોંચી શક્યા તે આટલા ઝડપથી શક્યા, તે એક રહસ્ય હતું, જે હવે ઉકેલાયું છે.
આ સંશોધન કરનારી ટીમના મુખ્ય સંશોધક દક્ષલ મહેતા કહે છે કે, “આ નાના બ્લેક હોલ અગાઉ ખૂબ નાના માનવામાં આવતા હતા કે તે પ્રારંભિક તારાવિશ્વોના કેન્દ્રમાં જોવા મળતા વિશાળ બ્લેક હોલમાં વૃદ્ધિ પામી શકતા નથી. અમે જે બતાવ્યું છે તે એ છે કે આ પ્રારંભિક બ્લેક હોલ, નાના હોવા છતાં, યોગ્ય પરિસ્થિતિઓને જોતાં, અદભુત રીતે ઝડપથી વધવા માટે સક્ષમ છે.
તેના પરિણામો 2035 માં લોન્ચ થવાના મહત્વપૂર્ણ સંયુક્ત યુરોપિયન સ્પેસ એજન્સી-નાસા લેસર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના (LISA) મિશન માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.