અમદાવાદ: રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ગ્રુપમાં મોટા પાયે GST ચોરી શોધી કાઢી છે. જેમાં ફાર્મા અને કેમિકલ ટ્રેડિંગમાં સંકળાયેલી 11 કંપનીઓના 14 જેટલા સ્થળોએ, જેમાં અમદાવાદમાં 32 જગ્યાઓ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાર્મા ગ્રુપની કંપનીઓમાં 20.68 કરોડની GST ચોરી શોધી કાઢી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ કેટલીક સંસ્થાઓએ આયર્ન અને સ્ટીલ- ઇંગોટ્સ ટ્રેડિંગનો સમાવેશ કરવા માટે તેમના GST નોંધણીમાં સુધારો કર્યો હતો અને માલની વાસ્તવિક વેચાણ વિના બોગસ ઇન્વોઇસ અને ઇ-વે બિલ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લાભ મેળવતા હતા. RFID અને ટોલ-પ્લાઝા ચકાસણી સહિત અદ્યતન ડેટા એનાલિટિક્સ, કાગળ વ્યવહારો, જ્યારે વ્યવસાયના અનેક જાહેર સ્થળો બિનકાર્યક્ષમ હોવાનું જણાયું હતું.
રેકોર્ડની તપાસ કરતા અત્યાર સુધીમાં 20.68 કરોડની ITC સાથે સંકળાયેલા 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો મળી આવ્યા છે. જેના કારણે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેમને અમદાવાદ ખાતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.