ગાંધીનગર : રાજયની સીઆઈડી ક્રાઈમે સાયબર સેલે દેશવ્યાપી સાયબર ઠગાઈના 28 રાજ્યોમાં ફેલાયેલા ₹825 કરોડથી વધુના સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સુરતના 8 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનેક બેંક ખાતાં અને મોબાઇલ નંબરો ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરોપીઓ એસએમએસ, વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે લાલચ આપી ઠગાઇ કરતાં હતા.
તેઓ ડિજિટલ એરેસ્ટ, ઇનવેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઇ ફ્રોડ, ડીપોઝીટ, લોન અને પાર્ટટાઇમ જોબના નામે કરાતી ઠગાઇમાં પણ સંડોવાયા છે.
1,234થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો
આરોપીઓએ અલગ-અલગ નામે 6 ખોટી પેઢીઓ ઊભી કરી, જેના નામે કુલ 45 સેલિંગ એકાઉન્ટ અને 80થી વધુ બેંક ખાતાં ખોલાવ્યા હતા. આ ખાતાં મારફતે સાયબર ફ્રોડની રકમ ફરતી કરી કમિશન મેળવવામાં આવતું હતું.
દેશભરમાં 1,234થી વધુ ફરિયાદો CID ક્રાઇમના જણાવ્યા મુજબ, 1930 સાયબર હેલ્પલાઇન અને નેશનલ પોર્ટલ પર દેશભરમાં 1,234થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી ગુજરાતમાં જ 69 કેસ નોંધાયા છે. માત્ર એક બેંક એકાઉન્ટની તપાસમાં જ ₹3.25 કરોડથી વધુની શંકાસ્પદ હેરાફેરી સામે આવી છે. ઝડપાયેલા આરોપીઓ સુરતના રહેવાસી છે, જેઓ ખોટા દસ્તાવેજો અને મોબાઇલ નંબરોના આધારે ખાતાં ખોલાવી સાયબર ગુનેગારોને સહાય કરતા હતા. સીઆઈડી ક્રાઈમના સાયબરસ સેલ દ્વારા
દાખલ કરાયેલ કેસ અનુસાર, આ સાયબર ફ્રોડ રેકેટમાં સુરતના કુલ 8 આરોપીઓને પકડવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપી
(1) અબ્દુલરબ અબ્લુદ કાદીર ચામડિયા
(2) ફૈઝાન હનીફ જુશાણી
(3) શેફ મોહમ્મદ ઝુબેર મહેમુબ
(4) મોહમ્મદ નૂર અહમદ મર્ચન્ટ
(5) યાસીન નૂર અહમદ મર્ચન્ટ
(6) સરફરાજ મોહમ્મદ રફીક જુનેજા
(7) શેખ સાજીદ મયુદ્દિન , (8) મેમણ અબ્લુદ રઝાક અહમદ
આ 9 બોગસ પેઢી ઊભી કરી હતી
એઆર માર્કેટિંગ, ગલ્ફ ટુરિઝમ, વિસત એન્જિનિયરિંગ, રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડીજિટલ મોબાઇલ ટ્રેડિંગ, એજે શુઝ, ક્રોસરોડ ડ્રેડિંગ, ડાયમંડ વોટર, એવરગ્રીન ટ્રેડ ગ્રુપ