મારુતિ સુઝુકી FRONXમાંથી રૂ. 2.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્
જેતપુરપાવી:
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનાહિત પ્રવૃત્તિ સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેતપુરપાવી પોલીસ સ્ટેશનની ટીમે વનકુટીર વિસ્તાર પાસેથી પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે ગ્રે કલરની મારુતિ સુઝુકી કંપનીની FRONX ફોર-વ્હીલર કારને શંકાસ્પદ હાલતમાં અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી થતી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
રૂ. 2.63 લાખનો પ્રોહિબિશન મુદામાલ કબજે
પોલીસ તપાસમાં કુલ કિ.રૂ. 2,63,087/- રૂપિયાનો પ્રોહિબિશન મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો . સાથે જ વાહનચાલક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂના ધંધાર્થીઓમાં ભય
જેતપુરપાવી પોલીસ દ્વારા વિસ્તારમાં દારૂની હેરાફેરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીથી દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર : આરિફ ખત્રી