National

હવામાન વિભાગ મુજબ ઉત્તર- મધ્ય ભારતમાં પવન સાથે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ ઉત્તરથી મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારતમાં પણ હળવા વરસાદ થઈ શકે છે. આઇએમડીએ જણાવ્યું હતું કે રવિવારે મધ્યપ્રદેશ, વિદર્ભ (MAHARASHTRA) અને છત્તીસગઢમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂકાશે. તેમજ છૂટાછવાયા વરસાદ સાથે વીજળી અને વાવાઝોડાની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ દિવસોમાં સક્રિય છે. તેની અસર ઉત્તર પ્રદેશ ,પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે. સોમવારથી આગામી બે દિવસ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તેનાથી દિવસના તાપમાન તેમજ રાતના તાપમાનમાં ઘટાડો થશે.

ઉત્તર ભારત તરફથી આવતા પવન પણ ગરમીથી રાહત આપશે. હવામાનના વળાંકને કારણે લોકોને આખા અઠવાડિયામાં ગરમીથી રાહત મળશે. નોંધપાત્ર વાત એ છે કે હવામાન વિભાગે પણ વધુ ગરમી સાથે આ વખતે વધુ વરસાદની આગાહી કરી છે.

આજથી બદલાશે દિલ્હીનું હવામાન

પાટનગર દિલ્હીમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના છે. આનાથી દિલ્હીના લોકોને સૂર્યની સળગતી ગરમીથી રાહત મળશે. વરસાદને કારણે આ અઠવાડિયાના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાત્રે પણ ગરમીથી રાહત મળે તેવી આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ દિવસોમાં સક્રિય છે. તેની અસર ઉત્તર ભારત સહિત પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. આગામી બે દિવસ આ સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે. તેનાથી દિવસના તાપમાન તેમજ રાતના તાપમાનમાં ઘટાડો થશે.

23 માર્ચ સુધી રાજસ્થાનમાં વરસાદની સંભાવના

હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે રાજસ્થાનમાં પણ રવિવારથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવર્તે છે. આને કારણે પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતનું સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં 23 માર્ચ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આ સર્ક્યુલેશન 24 માર્ચ સુધીમાં હરિયાણા તરફ વળી જશે.

22 અને 23 માર્ચથી મધ્ય ભારતમાં વરસાદ વધશે
મધ્ય ભારતમાં ચાલી રહેલ વરસાદની પ્રવૃત્તિમાં હવે થોડો ઘટાડો થઈ શકે છે. જો કે, મધ્યપ્રદેશ, વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ભારતમાં ફરીથી 22 અને 23 માર્ચથી વરસાદની પ્રવૃત્તિમાં વધારો થશે. જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં વાવાઝોડા સોમવારે સવારથી શરૂ થશે અને પશ્ચિમ હિમાલયના મોટાભાગના ભાગોમાં ધીમે ધીમે વધશે.

મધ્યપ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે
મધ્યપ્રદેશમાં સતત ત્રણ દિવસ સાંજે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સાંજે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક હવામાન આમ જ બની રેહશે તેવી આશંકા વ્યક્ત કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top