Charchapatra

પતિની કદર કરવાનો   દિવસ – વાસ્તવિકતા

તા- ૨૦ જાન્યુઆરી, પતિની કદર કરવાના  દિવસ તરીકે જાણીતો છે. તે અંગે થોડી વાસ્તવિકતા પર એક નજર કરીએ. લગ્ન પછી પતિ અને પત્ની એક સિક્કાની બે બાજુ થઈ જાય છે. જો એકબીજાને સહન ન કરી શકતા હોય તો પણ સાથે રહે છે. એક સારી પત્ની તેના પતિને હંમેશા માફ કરી દેતી હોય છે જ્યારે તે ખોટો હોય છે. જ્યારે પ્રેમમાં હોય ત્યારે વાત જ જુદી હોય લગ્ન થયા પછી વાત જુદી થઈ જાય.

શું થયું? લગ્ન એક સુંદર જંગલ જેવું છે જ્યાં બળવાન સિંહો પણ હરણીઓનો  શિકાર બનીને મૃત્યુ પામે છે. હવે થોડું હસો, લગ્ન થયા પછી મોટેભાગે પતિ તેના સાસુ-સસરાને કહે છે કે તમારી દિકરીને તેની બાકીની જીંદગી સુખી અને ખુશ રાખીશ પણ આવું પત્ની તેના સાસુસસરાને ક્યારેય કહેતી હોતી નથી. જો પત્નીએ પતિનું ધ્યાન ખેંચવું હોય તો તેણે દુઃખી અને અસ્વસ્થ દેખાવું પડે જ્યારે પતિએ પત્નીનું ધ્યાન ખેંચવું હોય તો તેણે સ્વસ્થ અને સુખી દેખાવું પડે. એક ફિલોસોફર પતિ કહે છે : દરેક પત્ની તેના પતિની ‘MISTRESS’ હોય છે. પહેલા વર્ષમા ‘MISS’ અને બાકીની જીંદગી ‘STRESS’. પતિની જીંદગી ‘Split AC’ જેવી. બહાર ગમે તેટલો અવાજ હોય અંદર તો Silent જ રહેવું પડે.
નાનપુરા, સુરત    –  સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top